ભરૂચ: પાલેજ પંથકમાં રમઝાન ઈદના પર્વે મસ્જિદ અને દરગાહ રોશનીથી ઝળહળી ઉઠી

મુસ્લીમોનો પવિત્ર રમઝાન માસ પૂર્ણતાના આરે, રમઝાન ઈદ પૂર્વે ધાર્મિક ઇમારતો પર રોશની કરાય

ભરૂચ: પાલેજ પંથકમાં રમઝાન ઈદના પર્વે મસ્જિદ અને દરગાહ રોશનીથી ઝળહળી ઉઠી
New Update

ભરૂચના પાલેજ નગર સહિતના પંથકમાં રમઝાન ઈદ પૂર્વે દરગાહો મસ્જિદોને રંગ બેરંગી રોશનીથી શણગારવામાં આવી છે.

આગામી મંગળવારના રોજ મુસ્લિમ સંપ્રદાયનો અતિ મહત્વ ધરાવતો પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતો હોય મુસ્લિમ સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઈદ પ્રસંગે પાલેજ સહિત પંથકમાં આવેલા ગામોમાં દરગાહ મસ્જિદોને રંગ બેરંગી રોશનીથી શણગારવામાં આવી છે.

ઇદુલ ફિત્ર નિમિત્તે પાલેજ સ્થિત કબરસ્તાનમાં આવેલી સુપ્રસિધ્ધ હજરત શાહુદ્દીન રહમતુલ્લાહ અલયહિ, હજરત બાહુદ્દીન રહમતુલ્લાહ અલયહિ તેમજ હજરત સુબહાલ્લાહ રહમતુલ્લાહ અલયહિની દરગાહ રોશનીથી ઝળહળી ઉઠી છે. તો ટંકારીયા ખાતે આવેલી જુમા મસ્જિદ તેમજ હજરત પીર હાશમ શા રહમતુલ્લાહ અલયહિની દરગાહ પણ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી છે. આમ આગામી મંગળવારના દિવસે ઈદુલ ફીત્ર પર્વ નિમિત્તે મુસ્લિમ બિરાદરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

#Bharuch #Gujarat #Connect Gujarat #Ramadan Eid #Palej #mosque #dargah #EidMubarak #lighting
Here are a few more articles:
Read the Next Article