ભરૂચ: ભોલાવ વિસ્તારમાં આવેલ જયઅંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી

જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ તેમના માતાપિતાનું પૂજન કર્યું હતું

New Update
ભરૂચ: ભોલાવ વિસ્તારમાં આવેલ જયઅંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી
Advertisment

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ તેમના માતાપિતાનું પૂજન કર્યું હતું

Advertisment

આજનો દિવસ એટલે કોઈનાં માટે વેલેન્ટાઇન ડે, કોઈના માટે બલિદાન દિવસ પરંતુ ખરા અર્થમાં ભારતની ઋષિ પરંપરા મુજબ માતૃપિતૃ પુજન દિવસ ગણવામાં આવે છે ત્યારે વેલેન્ટાઇન ડેના રોજ ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન દિવસે બાળકોમાં મૂલ્યોનું સિંચન થાય અને મૂલ્યલક્ષી શિક્ષણ મળે તે હેતુથી શાળામાં “ માતૃ પિતૃ પૂજન “ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ દ્વારા માતા પિતાનું પૂજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓના ભક્તિમય ભજનો દ્વારા કરવામાં આવી હતી.બાળકોના માતા-પિતાનું કુમકુમ તિલક, ચોખા અને ફુલહારથી પૂજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય ,શિક્ષકો વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories