Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ભૂખ હડતાળ પર ઉતરેલા BDR સેલના રેલ કર્મીઓની સાંસદ મનસુખ વસાવાએ લીધી મુલાકાત..

ભૂખ હડતાળ પર ઉતરેલા કર્મચારીઓની ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લઈ રેલ્વે કંપની સામે નારાજગી દર્શાવી હતી.

X

રેલ્વે કંપનીના BDR સેલમાં કામ કરતા કર્મચારીઓની હડતાળ

છેલ્લા ઘણા દિવસથી ભૂખ હડતાળ પર ઉતર્યા છે રેલ કર્મીઓ

સાંસદ મનસુખ વસાવાએ લીધી રેલ કર્મચારીઓની મુલાકાત

કામદારોના પ્રશ્નોના નિવારણ માટે રજૂઆતની ખાતરી આપી

ભરૂચ-દહેજ રેલ્વે કંપનીના BDR સેલમાં કામ કરતા કર્મચારીઓ છેલ્લા ઘણા દિવસોથી પોતાના પડતર પ્રશ્ને ભૂખ હડતાળ યોજી વિરોધ દર્શાવી રહ્યા છે, ત્યારે ભૂખ હડતાળ પર ઉતરેલા કર્મચારીઓની ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લઈ રેલ્વે કંપની સામે નારાજગી દર્શાવી હતી.

ભરૂચ અને દહેજ રેલ્વેના BDR સેલ વિભાગમાં કામ કરતા કામદારો કાયમી કરવા સહિત મેનેજમેન્ટ તરફથી પોતાને અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે છેલ્લા ઘણા દિવસોથી કંપની મેનેજમેન્ટ વિરુદ્ધ ભૂખ હડતાળ ઉપર ઉતર્યા છે. જોકે, આજદિન સુધી મેનેજમેન્ટ દ્વારા કોઈ સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો નથી

ત્યારે ભરૂચની રેલ્વે કોલોની નજીક આવેલ ભરૂચ-દહેજ રેલ્વે કંપની લિમિટેડની મુખ્ય કચેરી ખાતે ભૂખ હડતાળ પર ઉતરેલા આંદોલનકારી કામદારોની ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લઈ તેઓની સમસ્યાઓ સાંભળી કંપની સામે ભારે નારાજગી દર્શાવી હતી. આ મુદ્દે તેઓએ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સાથે જિલ્લા કલેકટરને પણ રજૂઆત કરી હોવાનું જણાવ્યુ હતું. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, કંપનીના અન્ય કામદારોની જેમ કાયમી કરવા તેમજ ધારાધોરણ મુજબનો પગાર આપવા રેલ્વે તેમજ શ્રમ મંત્રાલયમાં પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.

Next Story