ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના મૌઝા ગામની આદિવાસી દીકરીએ માર્ચ - 2022માં આફ્રિકાના સૌથી ઊંચા માઉન્ટનું પર્વતારોહણ કરી દેશ અને દુનિયામાં ભારતનું નામ રોશન કર્યુ હતું. તાંઝાનિયા દેશમાં, માઉન્ટ કિલીમંજારોએ આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત છે. ઊંચાઈની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં ચોથા નંબરનું સ્થાન ધરાવતો ફ્રી-સ્ટેન્ડિંગ પર્વતમાળા છે. હીમઆચ્છાદીત અને વિષમ પરિસ્થિત સાથે પર્વતારોહણનો અનુભવ ન હોવા છતાં પ્રથમ પ્રયાસે લગભગ 5895 મીટર (19,340 ફૂટ) ઉંચાઈ ધરાવતા કિલીમંજારો પર્વતારોહણ કરી બધાને અચંબિત કરી દીધા હતા. માઉન્ટન ગર્લ તરીકે ઓળખાતી સીમા ભગતે વિશ્વના સૌથી ઉંચા પર્વત માઉન્ટ એવરેસ્ટનીની ચઢાઈ કરવાનું બિડું ઝડપ્યું છે. આજથી તેઓ નેપાળમાં એવરેસ્ટ એક્સપિડિશન ચઢાઈ કરવાના પ્રથમ ચરણમાં છે. હિમાલય પર્વતની વિશ્વની સૌથી વધુ 8848.86 મિટર ઉંચાઈ ધરાવતો એવરેસ્ટ છે.
ભરુચ : નેત્રંગના મૌઝા ગામની સીમા ભગતે કર્યો ઊંચામાં ઊંચો માઉન્ટ એવરેસ્ટ સર
નેત્રંગ તાલુકાના મૌઝા ગામની આદિવાસી દીકરીએ માર્ચ - 2022માં આફ્રિકાના સૌથી ઊંચા માઉન્ટનું પર્વતારોહણ કરી દેશ અને દુનિયામાં ભારતનું ના
New Update