Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મૃતક પશુઓના નિકાલ માટે પાલિકા પાસે જગ્યાનો અભાવ, સ્થાનિકોમાં રોગચાળાનો ભય...

પાલિકા પાસે મૃતક પશુઓના નિકાલ માટે જગ્યાનો અભાવ, નગરપાલિકાના ગેરેજમાં મૃતક પશુ ભરેલા 2 ટેમ્પા પાર્કિંગ

X

ભરૂચ નગરપાલિકા મૃતક પશુઓના નિકાલ માટે જગ્યાના અભાવે ફરી એકવાર વિવાદમાં આવી છે. પાલિકાના મોટર ગેરેજમાં મૃતક પશુઓથી 2 ટેમ્પા ભરેલા તેમજ સમગ્ર ભરૂચમાં 40થી વધુ મૃતક પશુઓ રઝળતા હોવાની ફરિયાદ પાલિકાના ચોપડે નોંધાય છે. તો બીજી તરફ, ભરૂચવાસીઓને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.

ભરૂચ નગરપાલિકા દ્વારા સમગ્ર ભરૂચમાં મૃતક પશુઓ ઉઠાવવામાં આવતા હોય છે. પરંતુ મૃતક પશુઓનો નિકાલ ક્યાં કરવો તે મોટો પ્રશ્નો ઉદભવ્યો છે. ડમ્પીંગ સાઈટ ખાતે મૃતક પશુઓનો નિકાલ નહીં કરવા દેતા વિવાદ થયો છે, જેના પગલે સમગ્ર ભરૂચમાં 40થી વધુ વિસ્તારોમાં મૃતક પશુઓ રઝળી રહ્યા છે. અતિશય દુર્ગંધના કારણે વિસ્તારના રહીશોને ભયંકર રોગચાળાની દહેસત સતાવી રહી છે. એટલું જ નહીં, પાલિકાના મોટર ગેરેજમાં પણ મૃતક પશુઓથી 2 ટેમ્પા ભરેલા પડ્યા છે, જેની દુર્ગંધથી આજુબાજુના રહીશોમાં રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. પાલિકાના ચોપડે મૃતક પશુઓની 40થી વધુ વર્ધી પેન્ડિંગ હોય ત્યારે પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, મૃતક પશુઓનો જ્યાં નિકાલ કરવાનો છે, ત્યાં વરસાદી પાણી ભરાયા છે અને થોડા દિવસોમાં જ મૃતક પશુઓના પ્રશ્નનું નિરાકરણ આવી જશે. સાથે જ અત્યારે થોડી ઘણી તકલીફ છે, પરંતુ તે ટૂંક સમયમાં આ સમસ્યા હલ કરવામાં આવશે તેવું પણ પાલિકા પ્રમુખે રટણ કર્યું હતું.

Next Story