ભરૂચ: માય લિવેબલ અંકલેશ્વર અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા સંગીત સંધ્યાનું કરાયુ આયોજન, સંગીત પ્રેમીઓ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે કરાયુ આયોજન, માય લિવેબલ અંકલેશ્વર અભિયાન અંતર્ગત કાર્યક્રમનું કરાયું આયોજન.

ભરૂચ: માય લિવેબલ અંકલેશ્વર અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા સંગીત સંધ્યાનું કરાયુ આયોજન, સંગીત પ્રેમીઓ રહ્યા ઉપસ્થિત
New Update

માય લિવેબલ અંકલેશ્વર અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા સંગીતપ્રેમી જનતા માટે સંગીત મહોત્સવના બે દિવસીય કાર્યક્રમનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ વહીવટી તંત્ર દ્વારા માય લિવેબલ અંકલેશ્વર અભિયાન અંતર્ગત આજે પહેલા દિવસે હે રંગલો જામ્યો...પદ્મશ્રી પુરષોતમ ઉપાધ્યાયના ગીતોનો જલસોનો ઉપક્રમમાં શારદા ભવન અંક્લેશ્વર હોલ ખાતે યોજાયો હતો. આ સંગીત મહોત્સવમાં કલાકારો વૃંદમાં વિરાજ - બિજલ ,હિમાલી વ્યાસ, અમન લેખડિયા, અતીત કાપડિયા, મહર્ષિ પંડ્યા, ગાર્ગી વોરા, આદિત્ય નાયક વગેરેએ અંકલેશ્વરની સંગીત પ્રેમી જનતાને સંગીતનું રસપાન કરાવ્યું હતું.

આ પ્રસંગે નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા, ચીફ ઓફિસર કોલડીયા, અંક્લેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત સહિત નગરપાલિકાના સદસ્યો તથા નગરની સંગીતપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

#Bharuch #Ankleshwar #Sharda Bhavan Town Hall #Music Night #My Livable Ankleshwar
Here are a few more articles:
Read the Next Article