Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-અઝહાની કરાય ઉત્સાહભેર ઉજવણી

મુસ્લિમ બિરાદરોએ કરાય બકરી ઈદની ભવ્ય ઉજવણી, ઈસ્લામ ધર્મમાં ઈદ-ઉલ-અઝહા બીજો સૌથી મોટો તહેવાર.

X

કોરોનાનું સંક્રમણ ઘટતા હવે ભરૂચ જિલ્લામાં દરેક ધાર્મિક તહેવારોની ચમક દેખાઈ રહી છે, ત્યારે ભરૂચ શહેરમાં ઈસ્લામ ધર્મના માહે ઝીલહાજ માસનો પ્રથમ ચાંદ દેખાયા બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-અઝહા એટલે કે, બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી.

ઈસ્લામ ધર્મના મહાન પયંગબર હજરત ઈબ્રાહિમ અલેહી સલામ અને હજરત ઈસ્માઈલ સલામની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા દર વર્ષે ઈદ-ઉલ-અઝહા એટલે કે, બકરી ઈદનો તહેવાર મનાવવામાં આવે છે. ઈસ્લામ ધર્મમાં ઈદ-ઉલ-અઝહા બીજો સૌથી મોટો તહેવાર માનવામાં છે.

ભરૂચ શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા આજના પવિત્ર દિવસે નમાઝ અદા કર્યા બાદ એકમેકને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તો સાથે જ નાના બાળકોએ પણ આજનો દિવસ ખૂબ હર્ષોલ્લાસથી મનાવ્યો હતો. જોકે કોરોના મહામારીના કારણે ઈદ-ઉલ-અઝહાની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

Next Story