ભરૂચ: મૈસુરિયા ભાટિયા સેવા સમાજ દ્વારા ચંદ્રયાન -3ની સફળતા માટે હવન-પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા

મૈસુરિયા ભાટિયા સેવા સમાજ દ્વારા ભારતના ચંદ્રયાન -3ની સફળતા માટે હવન-પૂજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.

New Update
ભરૂચ: મૈસુરિયા ભાટિયા સેવા સમાજ દ્વારા ચંદ્રયાન -3ની સફળતા માટે હવન-પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા

ભરૂચના મૈસુરિયા ભાટિયા સેવા સમાજ દ્વારા ભારતના ચંદ્રયાન -3ની સફળતા માટે હવન-પૂજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ભારત અવકાશની દુનિયામાં ઇતિહાસ રચવા માટે તૈયાર છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના ત્રીજા ચંદ્ર મિશનના ભાગરૂપે ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ આજે સાંજે ચંદ્રની સપાટી પર ઉતરશે. આમ કરતા જ ભારત દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બનીને ઈતિહાસ રચશે ત્યારે ચંદ્રયાન-3 સફળ રીતે ઉતરાણ થાય અને કોઈ મુશ્કેલી ન પડે તે ઉદ્દેશથી ભરૂચ ખાતે શ્રી જ્વાલા માતાજી મંદિરમાં મૈસુરિયા ભાટિયા સેવા સમાજ કંસારવાડ દ્વારા હવન અને પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ ચંદ્રકાંતભાઈ, સતિષભાઈ,નિરંજન ભાઈ સહિતના સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા હતા