ભરૂચ : તા. 1 જાન્યુ.એ 18 વર્ષીય થનાર નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓને મતદાન નોંધણી અંગે માર્ગદર્શન અપાયું...

શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય ખાતે શહેર અને ગ્રામ્ય મામલદાર કચેરી દ્વારા વિદ્યાર્થીઓ માટે મતદાન નોંધણી કાર્યક્રમ યોજાયો હતો.

New Update
ભરૂચ : તા. 1 જાન્યુ.એ 18 વર્ષીય થનાર નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓને મતદાન નોંધણી અંગે માર્ગદર્શન અપાયું...

ભરૂચના શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય ખાતે શહેર અને ગ્રામ્ય મામલદાર કચેરી દ્વારા વિદ્યાર્થીઓ માટે મતદાન નોંધણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તા. 1 જાન્યુઆરી-2024માં 18 વર્ષના થનાર તમામ વિદ્યાર્થીઓને મતદાન યાદીમાં નામ નોંધણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ભરૂચ મામલદાર કચેરી દ્વારા સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ કે, જેમની ઉંમર 1 જાન્યુઆરી 2024સુધીમાં 18 વર્ષની થવા જઈ રહી છે. તેમને મતાધિકારનું માર્ગદર્શન અને મતદાન યાદીમાં નામ ઉમેરવાની પ્રક્રિયાથી અગવત કરાવી શાળામાં જ આધારકાર્ડ અને ઓળખના દાખલા લાવનાર વિદ્યાર્થીઓની નામ નોંધણીનો કાર્યક્રમ ભરૂચના શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય ખાતે યોજાયો હતો. આવાનર લોકસભાની ચૂંટણીના દેશભરમાં ધમધમાટ થઈ રહ્યા છે, ત્યારે મતદાન બાબતે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ કે, જેમની ઉંમર 18 વર્ષ થવા જઈ રહી છે, અને હવે તેઓ પણ પોતે મતદાન યાદીમાં પોતાનું નામ નોંધાવી આ મહાકાર્યમાં સહભાગી બની પોતાનો મતાધિકાર મેળવી શકે તેવા સુંદર પ્રયાસ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ ગ્રામ્ય મામલદાર માધવી મિસ્ત્રી, શહેર મામલદાર હસમુખ વિરાણી, નારાયણ વિદ્યાલયના આચાર્ય બીનીતા ગોહિલ, બૂથ લેવલ ઓફિસરો, શાળા પરિવાર સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories