/connect-gujarat/media/post_banners/5ce78ab981358f41451c9eaf0ced4bb8014bd7b822e7ba106c68ae4a772eb0e5.webp)
ગુજકોસ્ટ સંલગ્ન પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર- જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચ દ્વારા જિલ્લા કક્ષાના નેશનલ સાયન્સ સેમિનાર સ્પર્ધાનું આયોજન “પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર” - જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, નવજીવન સંકૂલ, પ્રિતમ સોસાયટી 1, ભરુચ ખાતે કરવામાં આવ્યું હતું.
સાયન્સ સેમિનારનો વિષય “શ્રી અન્ન : એક શ્રેષ્ઠ આહાર કે ભ્રમણા?”, Millets – A Super Food or a Diet Fad ? છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે શિક્ષણ નિરીક્ષક ડો.દિવ્યેશ પરમાર અને વંદના આયુર્વેદાના ફાઉન્ડર ડો.વંદના દામાણી, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના ચેરમેન કીર્તિ જોષી અને નવજીવન વિદ્યાલયના આચાર્ય રાજેશભાઈ તડવીએ હાજરી આપી હતી.આ સેમિનારમાં ૩૫ શાળાના ૪૭ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમાંકે એસન્ટ સ્કૂલ અંકલેશ્વરની વિદ્યાર્થિની પલછીન ચૌહાણ,દ્વિતીય ક્રમાંકે,એમિટી સ્કૂલ CBSE ની વિદ્યાર્થી ભાવિકા રાઉત, તૃતીય ક્રમાંકે નારાયણ વિદ્યાલય ભરૂચની મોદી પ્રેક્ષાનો ક્રમ આવ્યો હતો.નિર્ણાયક તરીકે મુન્સી મહિલા બીએડ કોલેજના પ્રાધ્યાપક અદિતીબેન શુક્લ અને નવજીવન વિદ્યાલય ભરૂચના વિજ્ઞાન શિક્ષક વિશ્વાબેન જોશીએ સેવા આપી હતી.