ભરૂચ: પોલીસ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન,પ્રથમ નોરતે જ ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘુમ્યા

ગતરોજ પ્રથમ નોરતે પોલીસ હેડક્વાટરના ગ્રાઉન્ડમાં ખેલૈયાઓએ ગરબે ઘૂમી જગત જનની માં જગદંબાની આરાધના કરી હતી

New Update
ભરૂચ: પોલીસ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન,પ્રથમ નોરતે જ ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘુમ્યા

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગતરોજ પ્રથમ નોરતે પોલીસ હેડક્વાટરના ગ્રાઉન્ડમાં ખેલૈયાઓએ ગરબે ઘૂમી જગત જનની માં જગદંબાની આરાધના કરી હતી

જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ભરૂચ પોલીસ દ્વારા પોલીસ હેડક્વાટર ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગતરોજ પ્રથમ નોરતે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલના માર્ગદર્શન હેઠળ આ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ નોરતે ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમયા હતા અને માતાજીની આરાધના કરી હતી

Latest Stories