Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ચૈત્ર મહિનાના અંતિમ રવિવારે પ્રિયાંશી ક્લિનિક દ્વારા લીમડાના રસનું વિતરણ કરાયું…

સોનેરી મહેલ વિસ્તારમાં આવેલા પ્રિયાંશી ક્લિનિક દ્વારા ચૈત્ર મહિનાના છેલ્લા રવિવારે લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલા પ્રિયાંશી ક્લિનિક દ્વારા ચૈત્ર મહિનાના છેલ્લા રવિવારે લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ચૈત્ર મહિનામાં લીમડાના મોરનો રસ પીવાનું ખાસ મહત્વ રહેલું છે. કેટલાક લોકો લીમડાના મોરનો રસ કરીને પીવે છે, તો કેટલાક લોકો લીમડાના કુમળા પાનનો રસ પણ પીવે છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ચૈત્ર મહિનામાં લીમડાના મોરનો રસ પીવાથી અનેક ફાયદા થાય છે. પહેલાના જમાનામાં તો લોકો દાતણ માટે લીમડાની ડાળી વપરાતા હતા. એનાથી દાંતમાં થતો સડો, મોંમાંથી આવતી દુર્ગંધ અને પેઢાંમાંથી નીકળતું લોહી બંધ થાય છે. લીમડાની ડાળીનો દરરોજ ઉપયોગ કરવામાં આવે તો દાંતની તકલીફો આવતાં પહેલાં જ અટકી જાય છે, ત્યારે ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલા પ્રિયાંશી ક્લિનિક દ્વારા ચૈત્ર મહિનાના છેલ્લા રવિવારે લોકોને લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ બાબતે ડોક્ટર પ્રિયાંશી ચૌહાણએ જણાવ્યું હતું કે, જો લીમડાનો કડવો રસ પેટમાં ઊતરે તો પાચન પણ સુધરે છે. આની અસર ઉનાળામાં જોવા મળતી અળાઈ, ફોલ્લી અને ગૂમડાં સહિત ચામડીના અન્ય રોગો સામે રક્ષણ આપે છે.

Next Story