/connect-gujarat/media/post_banners/66dea6fdbfe8e779885ee7abb28fe0d8a623f4245509b2223477777db75e29b9.webp)
ભરૂચ જિલ્લાના અંતરિયાળ નેત્રંગ તાલુકાનાં વિવિધ ગામની સ્કૂલોના ધોરણ ૧૦ તથા ૧૨ આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નપત્રનું સોલ્યુશન મળી શકેઅને ટૂંક સમયમાં સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકે એ માટે માનવ વાસ્તવિક વિકાસ કેન્દ્રનાં નિવૃત્ત આર.એફ.ઓ દલુભાઇ વસાવા અને સામાજિક આગેવાન ઉર્મિલાબેન વસાવા દ્વારા નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા તાલુકાની અંતરિયાળ ૨૪ જેટલી સ્કૂલોમાં પોતાના સ્વખર્ચે ધોરણ ૧૦ તથા ૧૨ આર્ટ્સ અને કોમર્સના મહત્વના વિષયોના પ્રશ્નોનો જવાબ સાથે એસાઇનમેન્ટ સેટ તૈયાર કરી ૨૩૩૩ જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અમૂલ્ય એસાઈમેન્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રશ્નપત્રો અને તેના સોલ્યુશન સાથે જવાબો આપ્યા છે. સામાન્ય વિદ્યાર્થી પણ તેને સારી રીતે સમજી શકે એવી ભાષામાં તૈયાર કરેલા દરેક વિષયના પ્રશ્નો સેટ સાથે વિધાર્થીઓને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું