ભરૂચના નેત્રંગના થવા ગામ નજીકથી પસાર થતી કરજણ નદી કિનારે ફરવા ગયેલ ત્રણ પૈકી એક સગીર વિદ્યાર્થી નદીમાં પગ લપસી ડૂબી લાપત્તા બન્યો હતો જેનો આજરોજ મૃતદેહ મળી આવ્યો હતો.
ભરૂચના નેત્રંગ તાલુકાના થવા ગામના સ્ટેશન ફળીયા વિસ્તારમા રહેતા સુરેશભાઈ શાંતિલાલભાઈ વસાવાનો ૧૭ વર્ષીય પુત્ર અરુણકુમાર સુરેશભાઈ વસાવા ધિરાણ-૧૧માં અભ્યાસ કરે હતો જે ગતરોજ રવિવાર હોવાથી ગામની સીમમાં આવેલ મહાદેવ મંદિર પાસેથી વહેતી કરજણ નદી તેના ત્રણ મિત્રો સાથે ફરવા ગયો હતો તે દરમિયાન તેની પગ લપસી જતા તે ઊંડા પાણીમાં ગરક થઇ જતા તેના મિત્રોએ બુમરાણ મચાવતા આજુબાજુ ખેતરોમાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા.
આ અંગેની જાણ કિશોરના પિતા અને મામલતદાર અનિલ વસાવા તેમજ નેત્રંગ પોલીસને થતા તેઓ સ્થળ પર પહોંચી ઝધડીયા જી.આઇ.ડી.સી વિભાગની ટીમને બોલાવી હતી ફાયર ફાયટરોએ મોડી સાંજ સુધી ભારે શોધખોળ કરતા તે મળી નહી આવતા લાપત્તા બન્યો હતો જે બાદ આજરોજ મામલતદારે એસ.ડી.આર.એફની ટીમને બોલાવી હતી જે ટીમના લશ્કરોએ નદીમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરતા લાપત્તા બનેલ કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી નેત્રંગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.