/connect-gujarat/media/post_banners/daf711d5a07b995caba4b50339835859aede4cb215503ef00b6de7faeafb722c.webp)
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે નીતિન પટેલએ પદભાર સંભાળ્યો હતો. શાસ્ત્રોકત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રીફળ વધેરી પ્રમુખે પ્રમુખ પદની ખુરસી પર સ્થાન ગ્રહણ કર્યું હતું. ભરૂચના જંબુસર તાલુકા પંચાયત, તાલુકા પ્રમુખની ચેમ્બરમાં પુરોગામી પ્રમુખ અંજુ સિંધના કરકમલો દ્વારા તિલક અને મીઠાઈ તેમજ પુષ્પહાર ગ્રહણ કરી આવનાર અઢી વર્ષ માટેનો કાર્યભાર નવા પ્રમુખ અણખી ગામના નીતિન મહેન્દ્ર પટેલ (ભોલા ભાઈએ ) સ્વીકાર્યો હતો. ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ જંબુસર તાલુકા પંચાયત સદસ્યોની ઉપસ્થિતિમાં અનેરા ઉત્સાહ અને આનંદ વચ્ચે પદભાર ગ્રહણ કર્યો હતો. નવા નિમાયેલા પ્રમુખે ભાજપ પર્લામેન્ટરી બોર્ડ, ધારાસભ્ય દેવકિશોર સ્વામી, ભરૂચ જિલ્લા અને તાલુકા સંગઠનોનો આભાર માની તાલુકામાં વિકાસની અવિરત કેડી કંડારી તાલુકાની જનતાના પ્રશ્નો હલ કરવાની નેમ વ્યક્ત કરી હતી.