ભરૂચ: કુખ્યાત બુટલેગરને પાસા હેઠળ અમદાવાદ મધ્યસ્થ જેલમાં ધકેલાયો

ભરુચ શહેર એ ડિવિઝન પોલીસે ભરૂચના કુખ્યાત બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો

New Update
ભરૂચ: કુખ્યાત બુટલેગરને પાસા હેઠળ અમદાવાદ મધ્યસ્થ જેલમાં ધકેલાયો

ભરુચ શહેર એ ડિવિઝન પોલીસે ભરૂચના કુખ્યાત બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો

ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા સમગ્ર જીલ્લામાં પ્રોહીબિશન પ્રવૃતિ અટકાવવા અને આવી પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમોને ડામવા માટે પાસા ધારા હેઠળ કડક અટકાયતી પગલા ભરવા આપેલ સૂચનાને આધારે ડી.વાય.એસ.પી સી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના અનેક ગુનામાં સંડોવાયેલ મારવાડી ટેકરા ખાતે રહેતો કુખ્યાત બુટલેગર નવાબ ઉર્ફે નબુ ઇમરાનશા કરીમશા દિવાનના વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપ્યા હતા જે ઇસમને અંકુશમાં લેવા પાસા ધારા હેઠળ અટકાયત કરવા પાસા વોરંટ ઇશ્યુ કરવાનો હુકમ જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કરવામાં આવતા શહેર એ ડિવિઝન પોલીસે આજરોજ કુખ્યાત બુટલેગર નવાબ ઉર્ફે નબુ ઇમરાનશા કરીમશા દિવાનની પાસા હેઠળ ધરપકડ કરી તેને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો.

Latest Stories