/connect-gujarat/media/post_banners/5058080a4d840849d8197c7862c24c8e208e9fa1cd78051ba1b4dc914057fcfa.jpg)
રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા નાગરિકો માટે E-FIRની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેનો રાજ્યભરમાં આજથી અમલ શરૂ થઈ ગયો છે, ત્યારે ગાંધીનગર ખાતેથી E-FIR લોન્ચિંગ અંગેના લાઈવ પ્રસારણને નિહાળી ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે વધુ વધુ માહિતી આપી હતી.
પોલીસ વિભાગમાં મોબાઈલ ચોરી અને વાહન ચોરી અંગેની ફરિયાદો નોંધવામાં આવે છે. જોકે, ફરિયાદી જ્યારે પોલીસ સ્ટેશન પહોંચે છે, ત્યારે પોલીસ સ્ટાફ દ્વારા તેમને યોગ્ય રીતે જવાબ આપવામાં આવતો ન હોવાની પણ ફરિયાદો ઊભી થઈ રહી હતી. તેમજ મોબાઇલ ચોરી અને વાહન ચોરીની ફરિયાદ લખાવવામાં લોકોને ભારે મુશ્કેલી થઈ રહી હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે હવે, મોબાઈલ અને વાહન ચોરી મામલે સામાન્ય નાગરિકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે. કારણ કે, ગુજરાત સરકારે ઓનલાઈન સેવાઓમાં વધુ એક સેવાનો ઉમેરો કરીને E-FIR સેવાનો પ્રારંભ ય કર્યો છે, ત્યારે ગાંધીનગર ખાતેથી E-FIR લોન્ચિંગ અંગેના લાઈવ પ્રસારણનું આયોજન ભરૂચ જિલ્લાના પોલીસ સ્ટેશન તેમજ ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ સેન્ટર, પોલીસ હેડક્વાટર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે મિડિયાના માધ્યમથી જિલ્લાની પ્રજાને E-FIR ઓનલાઈન સેવા માટેની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઓનલાઈન સેવા થકી જિલ્લાના નાગરિકો ઘરે બેઠા ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે.
FIR નોંધાયાના 48 કલાકમાં પોલીસ ફરિયાદીનો સામેથી સંપર્ક કરશે. જેમાં વાહન ચોરી કે, મોબાઇલ ફોન ચોરીના બનાવની જગ્યાની મુલાકાત લેશે. જેની 21 દિવસની અંદર જ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં રિપોર્ટ મોકલશે. એટલું જ નહીં, ઓનલાઈન ફરિયાદ નોંધાયા અંગેની જાણ ફરીયાદીને Email તેમજ SMSથી કરવામાં આવશે. સાથો-સાથ પોલીસ દ્વારા વીમા કંપનીને પણ Email અને SMS દ્વારા જાણ કરાશે, જેથી ફરિયાદીને તેનો વીમા ક્લેઈમ સરળતાથી મેળવવામાં મદદરૂપ થશે. આ રીતે e-FIR ઓનલાઈન સેવા થકી રાજ્યના નાગરિકોને પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવવાની જરૂર નહીં રહે તેવું આયોજન કરાયું છે.