ભરૂચ : ઉમિયા માતાના રથનું આગમન થતાં સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું...

ઉમિયા માતાજીનો રથ ભરૂચ શહેરમાં આવી પહોંચતા સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : ઉમિયા માતાના રથનું આગમન થતાં સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું...

વિશ્વ ઉમિયા ધામ-અમદાવાદ દ્વારા ઉમિયા માતાજીના દિવ્ય રથની નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ઉમિયા માતાજીનો રથ ભરૂચ શહેરમાં આવી પહોંચતા સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આધ્યાત્મિક ચેતનાના આધાર બિંદુથી સમાજ અને વ્યાપારિક સંબંધોમાં વૈશ્વિક જોડાણ થકી જરૂરિયાતમંદ પરિવારોને શિક્ષણ આરોગ્ય રોજગાર સ્પોર્ટ્સ તથા કલ્યાણ ક્ષેત્રે સન્માન પૂર્વક મદદરૂપ થઈ સમાજ ભાવનાને મજબૂત બનાવવાના લક્ષ્ય સાથે ઉમિયા ફાઉન્ડેશન અનેક કાર્યો કરી રહી છે, ત્યારે અમદાવાદના વૈષ્ણોદેવી મંદિર નજીક 100 વીઘા જમીનમાં 1,000 કરોડના નિધિ સહયોગથી સામાજિક સશક્તિકરણ કેન્દ્ર સમા વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે જગત જનની માઁ ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ મંદિરના નિર્માણમાં અનેક લોકો સહભાગી બની રહ્યા છે, ત્યારે ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત સાંઈ મંદિર ખાતે ઉમિયા માતાનો રથ આવતા ભરૂચ સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા ઉમિયા માતાજીના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ મહાઆરતી અને રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમસ્ત કડવા પાટીદાર સમાજના આગેવાનો અને અન્ય સમાજના લોકોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ આ રથ ચામુંડા મંદિર, તુલસીધામ થઈ સમગ્ર ભરૂચમાં ભ્રમણ કરી ભરૂચ જીઆઇડીસીમાં આવેલ કડવા પાટીદાર સમાજની વાડીએ રાત્રી રોકાણ બાદ આવતીકાલે પ્રસ્થાન થશે તેવું આયોજન કરાયું છે.

Latest Stories