ભરૂચ: ગાંધીજયંતીના દિવસે જ TB વિભાગના કર્મચારીઓએ પડતર પ્રશ્ને કર્યા પ્રતિક ઉપવાસ

સમગ્ર ગુજરાતનાં TB વિભાગનાં કરારબધ્ધ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇને તા.૧૯-૦૯-૨૦૨૨થી ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આદોલન ચલાવી રહયા છે

New Update
ભરૂચ: ગાંધીજયંતીના દિવસે જ TB વિભાગના કર્મચારીઓએ પડતર પ્રશ્ને કર્યા પ્રતિક ઉપવાસ

ગુજરાત RNTCP કરારબધ્ધ કર્મચારી સંઘના આદેશના પગલે ભરૂચના TB વિભાગના કરાર આધારિત કર્મચારીઓએ ગાંધી જયંતિના દિવસે ઉપવાસ આંદોલન કરી વિવિધ પડતર પ્રશ્ને વિરોધ નોંધાવ્યો હતો સમગ્ર ગુજરાતનાં TB વિભાગનાં કરારબધ્ધ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇને તા.૧૯-૦૯-૨૦૨૨થી ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આદોલન ચલાવી રહયા છે જોકે હજુ પણ પગાર વધારા સહિતની વિવિધ પડતર માંગણીઓનું નિવારણ ન આવતા ગાંધી જયંતિના દિને ભરુચ સહિત સમગ્ર રાજ્યમા જિલ્લામથકો પર એક દિવસીય પ્રતિક ઉપવાસ-સત્યનાં પ્રયોગોનુ વાંચન વગેર પ્રવૃતિઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.આ પડતર માંગણી બાબતે સત્વરે નિરાકરણ નહીં લાવવામા આવે તો જિલ્લા સ્તરે થી આંદોલન રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે લઈ જવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી