Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે શ્રી પરશુરામ સંગઠન દ્વારા મહાદેવજીને બિલ્વાર્પણ કરી પૂજન-અર્ચન કરાયું...

જેમાં વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મહાદેવજીને બિલ્વાર્પણ કરી સંગઠનના આગેવાનો અને સભ્યોએ ધન્યતા અનુભવી હતી.

X

પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે શ્રી પરશુરામ સંગઠન-ભરૂચ "બિલ્વાર્પણ"નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મહાદેવજીને બિલ્વાર્પણ કરી સંગઠનના આગેવાનો અને સભ્યોએ ધન્યતા અનુભવી હતી.

હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં દેવોના દેવ મહાદેવજીને બિલ્વ ચઢાવવાનું વિશેષ મહત્વ રહ્યું છે, ત્યારે આજે શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવભક્તોએ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. એવું કહેવાયું છે કે, પવિત્ર શ્રાવણ માસમાં બિલ્વ ચઢાવવાથી મહાદેવજી પ્રસન્ન થાય છે, અને સર્વ મનોકામનાઓ પૂર્ણ કરે છે. વૈશ્વિક કલ્યાણની ભાવના સાથે આજરોજ તારીખ 11ને પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે શ્રી પરશુરામ સંગઠન અને શ્રી મહાબલી ગ્રુપ તેમજ શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના સહયોગથી મહર્ષિ ભૃગુજીના સાનિધ્યમાં દાંડિયા બજાર સ્થિત શ્રી શનિ મંદિર ખાતે દેવોના દેવ મહાદેવજીને બિલ્વાઅર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાસ્ત્રી તૃષાર ભટ્ટ, જ્યેન્દ્ર ભટ્ટ દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે મહાદેવજીને બિલ્વાર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી પરશુરામ સંગઠન, શ્રી મહાબલી ગ્રુપ, શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના હોદેદારો તેમજ સભ્યો ઉપસ્થિત રહી મહાદેવજીની બિલ્વ પૂજાનો લ્હાવો લીધો હતો.

Next Story