ભરૂચ : શ્રાવણ માસના અંતિમ શનિવારે હાંસોટના દંત્રાઇ ગામે હનુમાન ચાલીસાનું સમૂહ પઠન કરાયું...

હનુમાન ટેકરી મંદિર ખાતે 2 હજારથી પણ વધુ રામભક્તોએ હનુમાન ચાલીસાના પાઠ કરી શ્રાવણ માસના અંતિમ શનિવારની ઉજવણી કરી હતી.

New Update
ભરૂચ : શ્રાવણ માસના અંતિમ શનિવારે હાંસોટના દંત્રાઇ ગામે હનુમાન ચાલીસાનું સમૂહ પઠન કરાયું...

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના દંત્રાઇ ગામ ખાતે શ્રી રામ ગ્રુપ દ્વારા હનુમાન ટેકરી મંદિર ખાતે 2 હજારથી પણ વધુ રામભક્તોએ હનુમાન ચાલીસાના પાઠ કરી શ્રાવણ માસના અંતિમ શનિવારની ઉજવણી કરી હતી.

હાલ ચાલી રહેલા શ્રાવણ માસના અંતિમ શનિવારના રોજ ભરૂચના હાંસોટ તાલુકાના દંત્રાઇ ગામે હનુમાન ટેકરી નજીક આવે મંદિર ખાતે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ભગવાનની 2 હજારથી પણ વધુ લોકોએ એક સાથે આરતી કરીને ભક્તિભાવ ભર્યો મહોલ રચ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વર-હાંસોટ તાલુકાના શ્રી રામ ગ્રુપના આગેવાન અને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. 2 હજારથી વધુ ભક્તોએ એક સાથે મળીને હનુમાન ચાલીસાના પાઠ કરતાં વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ સાથે જ શ્રી રામ ગ્રુપ દ્વારા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દંત્રાઇ ગામ સહિત આસપાસના ગ્રામજનોએ મહાપ્રસાદીનો લ્હાવો લીધો હતો.

Read the Next Article

અંકલેશ્વર: હાંસોટના ઇલાવ ગામે રૂપસુંદરી નામનો સાપ નજરે પડ્યો, જીવદયા પ્રેમી દ્વારા પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મુકાયો

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
Screenshot_2025-07-09-07-39-15-29_92460851df6f172a4592fca41cc2d2e6

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

ઇલાવ ગામે રામજી મંદિર ફળિયામાં યુવાનોએ સાપ જોયો હતો આ અંગેની જાણ સાપ રક્ષણ માટે છેલ્લા ત્રણ વર્ષથી કાર્ય કરતા ગામના  જૈમીન  પરમારને કરી હતી.જૈમીન પરમારે આવી સાપનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી.સાપને બહાર કાઢી જોતા તે 2 ફૂટ લાંબો અને બિનઝેરી પ્રજાત્તિનો રૂપસુંદરી તરીકે ઓળખતો સાપ હોવાનું જણાવ્યું હતું. તેનો દેખાવ ખુબ સુંદર હોય તેને રૂપસુંદરી કહેવામાં આવે છે. ગ્રામજનો તેને સૂકી સાપણ તરીકે પણ ઓળખે છે.અંગ્રેજીમાં તેને કોમન ટ્રીનકેટ સાપ તરીકે પણ ઓળખવામાં આવે છે.