Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઓનલાઇન STEM ક્વિઝ 2.0 સ્પર્ધાનું સફળ આયોજન કરાયું...

ભરૂચ શહેરની નવજીવન શાળા સ્થિત પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઓનલાઇન STEM ક્વિઝ 2.0 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું..

X

ભરૂચ શહેરની નવજીવન શાળા સ્થિત પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઓનલાઇન STEM ક્વિઝ 2.0 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી સ્પર્ધકોએ ઉપસ્થિત રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વિજ્ઞાન અને પ્રોધ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર સંલગ્ન પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર–DSC, ભરૂચના માર્ગદર્શન હેઠળ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તેમજ 9 તાલુકામાં એક એક કેન્દ્ર ફાળવી ઓનલાઇન STEM ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે ભરૂચ જિલ્લામાંથી ધોરણ 9થી 12ના 18,500 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. આ ઓનલાઇન સ્પર્ધામાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચના કો-ઓર્ડિનેટર કેશા પ્રજાપતિ દ્વારા 9 તાલુકામાં કો-ઓર્ડિનેટરની નિયુક્તિ કરી તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પરમલોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે 100થી વધુ વિદ્યાર્થીઓએ ક્વિજ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ચેરમેન કિર્તિ જોશી, કોમ્યુનિકેટર જિગર ભટ્ટ તેમજ શિક્ષકોનો ખૂબ જ સહયોગ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જિલ્લાકક્ષાની સ્પર્ધા બાદ દરેક તાલુકામાંથી 10-10 વિદ્યાર્થીઓ આગામી સમયમાં રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ વિજેતા વિદ્યાર્થીઓને ડ્રોન, ટેલિસ્કોપ, ટેબલેટ, લેપટોપ સહિતના ઇનામો મેળવવાની તક પણ પ્રાપ્ત થશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Next Story