ભરૂચ:વેરા વધારાની નગરપાલિકાની દરખાસ્ત સામે વિપક્ષને મળી 2500થી વધુ વાંધા અરજી

સૂચિત વેરા વધારાના ઠરાવ સામે વિપક્ષે વિરોધ કરી વાંધા અરજીનું શસ્ત્ર ઉગામી લોક લડત ચલાવતા 2500થી વધુ વાંધા અરજીઓ તેમજ સિગ્નેચર કંપેઈન બેનર પાલિકાના ચીફ ઓફિસરને સુપ્રત કરી વેરા વધારો રદ કરવાની માંગ કરવામાં આવશે.

New Update
ભરૂચ:વેરા વધારાની નગરપાલિકાની દરખાસ્ત સામે વિપક્ષને મળી 2500થી વધુ વાંધા અરજી

ભરૂચ નગરપાલિકાના સૂચિત વેરા વધારાના ઠરાવ સામે વિપક્ષે વિરોધ કરી વાંધા અરજીનું શસ્ત્ર ઉગામી લોક લડત ચલાવતા 2500થી વધુ વાંધા અરજીઓ તેમજ સિગ્નેચર કંપેઈન બેનર પાલિકાના ચીફ ઓફિસરને સુપ્રત કરી વેરા વધારો રદ કરવાની માંગ કરવામાં આવશે.

Advertisment

ભરૂચ નગરપાલિકાની બોર્ડની મિટિંગમાં સૂચિત વેરા વધારાની દરખાસ્ત લાવ્યા બાદ વાંધા અરજી મંગાવવાનું સત્તાધારી પક્ષે વિપક્ષે પણ લોકલડતના મંડાણ કરી લોકોને વાંધા અરજી માટેના ફોર્મનું વિતરણ કરવા સાથે તે એકત્રિત કરવા માટે સિગ્નેચ્ચર કંપેઈન પણ ચલાવ્યું હતું.જેને સારો પ્રતિસાદ મળતા 2500થી વધુ વાંધા અરજીઓ એકત્રિત કરવામાં આવી છે.તેમજ સાથે સાથે 500થી વધુ લોકોની સહી સાથેનું બેનર પણ વિપક્ષ દ્વારા તૈયાર રખાયું છે.આગામી બે દિવસ સુધી હજુ વાંધા અરજી સ્વીકારવામાં આવનાર છે.જે બાદ 29 મી ના રોજ પાલિકાના ચીફ ઓફિસરને આ વાંધા અરજીઓ તેમજ સિગ્નેચર બેનર સુપ્રત કરવામાં આવનાર હોવાનું વિપક્ષના નેતા સમશાદ અલી સૈયદે સાથી સભ્યો સાથે જણાવી હજુ વધુ લોકોને તેમાં સામેલ થવા આહવાન કર્યું છે.વિપક્ષની સૂચિત વેરા વધારાની લોક લડત બાદ પાલિકા સત્તાધીશો સૂચિત વેરા વધારો નાબૂદ કરે છે કે પછી તેમાં કેટલો ઘટાડો કરે છે તે જોવું રહ્યું.

Advertisment