ભરૂચ: જે.બી.મોદી વિદ્યાલય ખાતે કલા સંપત્તિ આર્ટ એન્ડ ક્રાફ્ટનું આયોજન કરાયુ

ભરૂચની જે.બી.મોદી વિદ્યાલય ખાતે કલા સંપત્તિ આર્ટ એન્ડ ક્રાફ્ટનું બે દિવસીય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ: જે.બી.મોદી વિદ્યાલય ખાતે કલા સંપત્તિ આર્ટ એન્ડ ક્રાફ્ટનું આયોજન કરાયુ

ભરૂચની જે.બી.મોદી વિદ્યાલય ખાતે કલા સંપત્તિ આર્ટ એન્ડ ક્રાફ્ટનું બે દિવસીય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી અનુકૂલ ભાવી ટ્રસ્ટ દ્વારા સંચાલિત જે.બી. મોદી વિદ્યાલય ખાતે કલા સંપત્તિ આર્ટ એન્ડ ક્રાફ્ટ તારીખ 3 અને 4 બે દિવસ નવેમ્બરના રોજ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન એમિટી સ્કૂલના ટ્રસ્ટી રણછોડ શાહના વરદ હસ્તે કરાયું હતું. આ એક્ઝિબિશનમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ આર્ટ એન્ડ ક્રાફ્ટની કૃતિઓ રજૂ કરવામાં કરાઈ હતી.શાળાના આચાર્ય ફાલ્ગુની નાયક ટ્રસ્ટી નીકી મહેતા તથા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બે દિવસિય પ્રદર્શન સફળ રહ્યું હતું.

Latest Stories