ભરૂચ : પગુથણ નજીક કેનાલમાં માછલી પકડવાની જાળમાં 10 લાંબો અજગર ફસાયો, જીવદયા પ્રેમીઓએ કર્યું રેસક્યું..!

New Update
ભરૂચ : પગુથણ નજીક કેનાલમાં માછલી પકડવાની જાળમાં 10 લાંબો અજગર ફસાયો, જીવદયા પ્રેમીઓએ કર્યું રેસક્યું..!

ભરૂચ જિલ્લાના પગુથણ ગામ નજીક આવેલ કેનાલમાં અજગર દેખા દેતા આસપાસના લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના પગુથણ ગામ નજીક આવેલ કેનાલમાં અજગર દેખા દેતા આસપાસના લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. કેનાલમાં માછલી પકડવાની જાળ અજગર ફસાઈ ગયો હતો, ત્યારે બનાવના પગલે સ્થાનિક આગેવાન ફારૂક પટેલ દ્વારા જીવદયા પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્સન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય યોગેશ મિસ્ત્રી અને સંજય રાઠોડને જાણ કરતાં તેઓએ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા, જ્યાં જઈને જોતા આશરે 10થી 11 ફૂટ લાંબા અને 45 કિલો વજન ધરાવતા અજગરને વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સલામત રીતે પકડી ભરૂચ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

Latest Stories