ભરૂચ શહેર તથા જીલ્લામાં આગામી હોલિકા દહન માટે લાકડાની ખૂબ માંગ વધતી હોય છે, ત્યારે ભરૂચના શક્તિનાથ વિસ્તાર સ્થિત પાંજરાપોળ ખાતે ગાયના ગોબરમાંથી છાણાં તૈયાર કરવામાં આવ્યા છે. આ છાણાં સાથે આયુર્વેદિક સ્ટિક પણ બનાવવામાં આવી છે. જેબુ હાલ એડ્વાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે.
સમગ્ર ગુજરાત અને સમગ્ર વિશ્વમાં ફાગણ મહિનામાં હોલિકા દહનનું મહત્વ વધુ રહ્યું છે, અને હવે હોળીકા દહન અનેક વિસ્તારો સોસાયટીઓ તથા ગલીએ ગલીએ પ્રગટાવવામાં આવે છે. જેના કારણે લાખો ટન લાકડાઓ ઉપયોગમાં લેવાય છે, જેના કારણે સંખ્યાબધ વૃક્ષોનું નિકંદન કરવામાં આવે છે. પરંતુ વૃક્ષોનું નિકંદન ન થાય અને પર્યાવરણ જળવાય રહે તેવા આશ્રય સાથે હોળીકા દહન માટે હવે ગાયના ગોબરમાંથી છાણા તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે ભરૂચના પાંજરાપોળ ખાતે પણ 500થી વધુ ગાય આવેલી છે, અને રોજ અહીની ગાય મોટા પ્રમાણમાં ગોબર આપે છે, અને આ ગોબરનો સદઉપયોગ થાય અને તેમાંથી પણ બેરોજગારોને રોજગારી મળે સાથે જ પર્યાવરણનું જતન થાય તેવા આશય સાથે ગાયના ગોબરમાંથી હોળીકા દહન માટે છાણા તૈયાર કરવામાં આવી રહ્યા છે. એક છાણાની કિંમત 5 રૂપિયા રાખવામાં આવતા લોકો દ્વારા એડવાન્સમાં બુકિંગ શરૂ કરવામાં આવતા જ મોટા પ્રમાણમાં હજુ પણ છાણા તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ અત્યાર સુધીમાં પાંજરાપોળ ખાતે 5 હજારથી વધુ ગાયના ગોબરમાંથી આયુર્વેદિક સ્ટિક પણ તૈયાર થઈ ચૂકી છે. જેનું બુકિંગ શરૂ થતા હજુ પણ મોટા પ્રમાણમાં ગાયના ગોબરથી આયુર્વેદિક સ્ટિક તૈયાર કરવામાં આવી રહી છે. જોકે, હોળી પર્વ નજીક આવી રહ્યું છે, ત્યારે ભરૂચમાં ઠેર ઠેર હોલિકા દહનમાં કરવામાં આવનાર છે. હોલિકા દહનમાં મોટા ભાગે લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે ભરૂચમાં આવેલા પાંજરાપોળના ટ્રસ્ટીઓએ નવતર પ્રયોગ કર્યો છે, અને હોળીને ધ્યાનમાં રાખીને ગાયના ગોબરમાંથી છાણા બનાવવામાં આવી રહ્યા છે. છાણાની હોળીથી તેના ધુમાડા સાથે વાતાવરણ પ્રફુલિત થશે અને પર્યાવરણ બચાવોનો સંદેશો યથાવત રહેશે, ત્યારે ગાયના ગોબરના છાણાની હોળી કરવા લોકોને પણ અપીલ કરવામાં આવી છે.