ભરૂચ: કરણી સેના દ્વારા પાર્થ પવારના પરિવારજનોને રૂ.51 હજારની મદદ, બાળકને રૂ.16 કરોડની છે જરૂર

ભરૂચ: કરણી સેના દ્વારા પાર્થ પવારના પરિવારજનોને રૂ.51 હજારની મદદ, બાળકને રૂ.16 કરોડની છે જરૂર
New Update

રાષ્ટ્રિય કરણી સેના દ્વારા અંકલેશ્વરમાં એસ.એમ.એ.-1 ટાઈપની બીમારીથી પીડાય રહેલ પાર્થ પવાર નામના બાળકની સારવાર માટે રૂ. 51 હજારનું દાન આપવામાં આવ્યું છે. અંકલેશ્વરના ગડખોલના પાર્થ નામના બાળકને એસએમએ-1 નામની બિમારી છે. આ બિમારીના ઇલાજ માટે અમેરિકાથી ઇન્જેકશન મંગાવવું પડતું હોય છે અને આ ઇન્જેકશનની કિમંત છે 16 કરોડ રૂપિયા. પાર્થ પવાર સામાન્ય પરિવારમાંથી આવે છે અને તેમના માટે 16 કરોડ રૂપિયા એક સ્વપન સમાન છે. પાર્થને મદદરૂપ થવા માટે કરણી સેના આગળ આવી છે અને તેના પરિવારને રૂ.51 હજારનું દાન આપવામાં આવ્યું છે. કરણી સેના દ્વારા અન્ય લોકોને પણ દાન આપવા અપીલ કરવામાં આવી છે

આ તરફ પાર્થના પિતા જુગલ પવારે પણ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેઓએ ભારે હૈયે લોકોને અપીલ કરતા જણાવ્યુ હતું કે 16 કરોડ ખૂબ મોટી રકમ છે જેની વ્યવસ્થા પરિવાર કરી શકે એમનથી આથી સમગ્ર દેશવાસીઓ તેમના ફૂલ જેવા બાળકને બચાવવા આગળ આવે એવી અપીલ કરી છે

#Bharuch #Bharuch News #SMA 1 #Karni Sena #SMA-1 type disease #Raj Sekhawat #Karni Sena Bharuch #Parth Pawar #Save Parth Pawar #Karni Sena Gujarat #Ankleshwa r
Here are a few more articles:
Read the Next Article