Connect Gujarat
ભરૂચ

ભરૂચ: વાંસી ગામમાં એસ.ટી.બસ સમયસર ન આવતા મુસાફરો અને વિદ્યાર્થીઓને હાલાકી,કલેક્ટરને કરવામાં આવી રજૂઆત

ભરૂચના વાંસી ગામ ખાતે સમયસર બસ ન આવતા વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી

X

ભરૂચના વાંસી ગામ ખાતે સમયસર બસ ન આવતા વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી

ભરૂચ જિલ્લામાં એસ.ટી વિભાગની કામગીરી સામે અવારનવાર સવાલો ઉભા થઈ રહ્યા છે.જિલ્લામાં ખાસ કરી ગ્રામ્ય વિસ્તારોમાં એસ.ટી બસો અનિયમિત હોવાના કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે તો વિધાર્થીઓ પણ બસની અનિયમિતતાના કારણે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે.થોડા દિવસ અગાઉ પાલેજથી આવતી બસમાં વિધાર્થીઓ ઘેટા બકરાની જેમ મુસાફરી કરતા નજરે પડ્યા હતા તો હવે વાંસી ગામ ખાતે બસની અનિયમિતતાએ વિધાર્થીઓની મુંઝવણમાં વધારો કર્યો છે.વાંસી ગામના વિદ્યાર્થીઓ તેમજ સરપંચ દ્વારા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.વિધાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓના ગામમાં ભરૂચથી વાંસી આવતી એસ.ટી બસ રેગ્યુલર આવતી નથી, જેના કારણે કરમાડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા 50 થી વધુ વિદ્યાર્થીઓને અગવડતા ઉભી થાય છે.જેની માંગ સાથે વાંસી ગામના સરપંચ સહિત વિદ્યાર્થીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તેઓના ગામ તરફ આવતી જતી બસો સમયસર થાય એ અંગેની માંગ કરી હતી

Next Story