ભરૂચ: જંબુસર આમોદ વચ્ચે આવેલ ઢાઢર નદીના પુલની દયનિય પરિસ્થિતિ,વાહનચાલકો મુશ્કેલીમાં

પુલની પરિસ્થિતિ એટલી દયનીય છે કે બ્રિજ ઉપરના રોડ ઉપર એવા ખાડા પડેલ છે કે જેમાંથી નદીમાં વહેતું પાણી પર જોઈ શકાય છે

ભરૂચ: જંબુસર આમોદ વચ્ચે આવેલ ઢાઢર નદીના પુલની દયનિય પરિસ્થિતિ,વાહનચાલકો મુશ્કેલીમાં
New Update

ભરૂચ જંબુસર આમોદને જોડતા પુલની બિસ્માર હાલત

બ્રિજ પર મસમોટા ખાડા પડતા લોકોને હાલાકી

બ્રિજનું સમારકામ કરાવવા લોકોની માંગ

ભરૂચના જંબુસર આમોદ વચ્ચે આવેલ ઢાઢર નદીના પુલની દયનિય પરિસ્થિતિ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર ૬૪ ઉપર આમોદ - જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદીના પુલની પરિસ્થિતિ એટલી દયનીય છે કે બ્રિજ ઉપરના રોડ ઉપર એવા ખાડા પડેલ છે કે જેમાંથી નદીમાં વહેતું પાણી પર જોઈ શકાય છે.આ બ્રિજ પરથી કચ્છ,કાઠીયાવાડ અને સુરત દહેજ તરફ જતા ભારે વાહનોની અવર-જવર ૨૪ કલાક રહે છે.

હાલ બ્રિજ ઉપર એવા ઊંડા ખાડા પડેલ છે કે રોડ બનાવવાના ઉપયોગમાં લેવાયેલા સળિયા પણ દેખાય છે. જો આ બ્રિજ ઉપરના રોડની કામગીરી તાત્કાલિક કરવામાં નહીં આવે તો મોટો અકસ્માત થવાની શક્યતા રહેલ છે.

#Dhadhar river bridge #Bharuch #ઢાઢર નદી #Bharuch Bridge Damage
Here are a few more articles:
Read the Next Article