ભરૂચ: શક્તિનાથ અંડરબ્રિજથી પાંચબત્તી સુધીના 900 મીટરના રોડ પર પેવર નાખવાનું શરૂ કરાયુ, માર્ગ વન વે જાહેર

ભરૂચના શક્તિનાથ અંડરબ્રિજથી પાંચબત્તી સુધીના 900 મીટરના રોડ પર પેવર નાખવાનું શરૂ કરાયું. છે.

New Update
ભરૂચ: શક્તિનાથ અંડરબ્રિજથી પાંચબત્તી સુધીના 900 મીટરના રોડ પર પેવર નાખવાનું શરૂ કરાયુ, માર્ગ વન વે જાહેર

ભરૂચના શક્તિનાથ અંડરબ્રિજથી પાંચબત્તી સુધીના 900 મીટરના રોડ પર પેવર નાખવાનું શરૂ કરાયું. છે. જેના કારણે પાંચબત્તીથી શક્તિનાથ સુધીના માર્ગને વન વે જાહેર કરવામાં આવ્યો છે. 2.95 કરોડના ખર્ચે બની રહેલાં રોડને ભરૂચનો સૌથી મોંઘો રોડ ગણવામાં આવે છે

ભરૂચના પાંચબત્તીથી સેવાશ્રમ સુધીના રોડ પરથી રોજના હજારો વાહનોની અવરજવર રહે છે પણ દર વર્ષે ચોમાસામાં સામાન્ય વરસાદમાં પણ આ માર્ગ જળબંબાકાર બની જાય છે.ભરૂચ નગરપાલિકાના શાસકોએ આ રોડને ડ્રેનેજ સહિત પેવર બ્લોકથી બનાવવાનો નિર્ણય લઇ ચાર મહિના પહેલાં ભૂમિપૂજન કર્યું હતું પણ ડ્રેનેજ બનાવવામાં લાંબો સમય લાગી ગયો છે. પાંચબત્તીથી શક્તિનાથ તરફ પેવર બ્લોક નાખવાનું શરૂ કરવામાં આવ્યું છે.આ માર્ગને એક મહિના માટે વન વે જાહેર કરવામાં આવ્યો છે પણ પહેલાં દિવસે વાહનવ્યવહાર રાબેતા મુજબ રહયો હતો. બંને તરફથી વાહનોની અવરજવર જોવા મળી હતી. ઉલ્લેખનીય છે રોડની કામગીરીની શરૂઆત થતા દુકાનદારોએ કામગીરી દરમિયાન હાલાકી ભોગવી રહ્યા છે પરંતુ વર્ષો જૂની પાણી ભરવા સાથે ખરાબ રોડમાંથી મુક્તિ મળશે તેવી ખુશી પણ વ્યક્ત કરી રહ્યા છે.

Latest Stories