/connect-gujarat/media/post_banners/163853ad08fe0a9faf96792656cff19b1010b58f883f48cec11429b5f1bb2a79.jpg)
રાજ્યમાં વાવાઝોડું વિકરાળ બન્યું છે ત્યારે વાવાઝોડું દરિયામાં સમાઈ જાય તેવી ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા જવાલેશ્વર મહાદેવ મંદિરે જળા અભિષેક કરી પ્રાર્થના કરવામાં આવી છે.
રાજ્યમાં બિપરજૉય વાવાઝોડાના કારણે સ્થિતિ ભયાનક થઇ રહી છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત ભારે પવનો ફૂંકાવવાની સાથે વરસાદ વરસવાનો પણ શરૂ થઇ ચૂક્યો છે. આ પહેલા આવેલા તાઉતે વાવાઝોડાએ ગુજરાતમાં કેટલીય જગ્યાએ માલહાનિ અને જાનહાનિ નોંતરી હતી, હવે આ વખતે આવેલા બિપરજૉય વાવાઝોડાને લઇને પણ સરકાર અને જનતા ચિંતિત છે, ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઝાડેશ્વર સ્થિત જ્યોતિનગર ખાતે આવેલા જવાલેશ્વર મહાદેવ મંદિર ખાતે બિપરજૉય વાવાઝોડું દરિયામાં જ સમાઇ જાય એ માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રહી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ મારુતિ અટોદરિયા, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા પંચાયતના બાધકામ સમિતિના ધર્મેશ મિસ્ત્રી સહિતના હોદ્દેદારો દ્વારા મહાદેવ ને જળાભિષેક કરી આવનાર સંકટ માંથી ઉગારવા પ્રાર્થના કરવામાં આવી હતી