Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ચૈતર વસાવાની જન આશીર્વાદ યાત્રામાં જન સેલાબ ઉમટ્યુ, ભાજપ સામે ભવ્ય જીતનો ભર્યો હુંકાર

ચૈતર વસાવાએ જનમેદનીને અરવિંદ કેજરીવાલ અને તેમની જેલનો બદલો મતથી લેવાનો હુંકાર કર્યો

X

ભરૂચમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ

ઇન્ડિયા ગઠબંધન દ્વારા યાત્રાનું આયોજન

ચૈતર વસાવાની જન આશીર્વાદ યાત્રા નીકળી

પંજાબના મુખ્યમંત્રી ભગવત માન રહ્યા ઉપસ્થિત ગરમીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

ભાજપ સામે ભવ્ય જીતનો હુંકાર

ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની જન આર્શીવાદ યાત્રા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી ભરૂચ લોકસભા બેઠક પર પહેલીવાર આજે શાસક ભાજપ પર વિપક્ષ આપના ઇન્ડિ ઉમેદવાર ચૈતર વસાવા ભારે પડ્યા હોવાનું રેલીમાં જોવા મળ્યું છે.ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી આપના ચૈતર વસાવાની જન આશીર્વાદ યાત્રા હતી.

ભરૂચ જિલ્લા અને દેડિયાપાડાથી આદિવાસી મેદની વાહનોમાં ઉમટી પડી હતી.જનસેલાબ અને ડી.જે. ના કાફલા વચ્ચે ઇન્ડિ ઉમેદવાર ચૈતર વસાવા સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇયાલિયા, યુવરાજસિંહ જાડેજા, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સાથે કોંગ્રેસ અને આપના સમર્થકોનું કીડીયારું ધગધગતી ગરમીમાં ઉમટી પડ્યું હતું.

એક જ ચાલે ચૈતર ચાલે ના ડી.જે. પર નાદ અને સેંકડો લોકો તેમજ વહાનોના કાફલા વચ્ચે હોસ્ટેલ ગ્રાઉન્ડથી રેલી શક્તિનાથ સુધી પોહચી હતી.જ્યાં ચૈતર વસાવાએ ટેમ્પા પરથી જ જનમેદનીને સંબોધી હતી. ચૈતર વસાવાએ જનમેદનીને અરવિંદ કેજરીવાલ અને તેમની જેલનો બદલો મતથી લેવાનો હુંકાર કર્યો હતો.

બીજી તરફ મુખ્યમંત્રી ભગવંત માને યે માહોલ તો મેને પંજાબ મેં ભી નહિ દેખા તેમ લોકજુવાળને જોઈ કહી દીધું હતું. ભરૂચ કે લોગો ને ફેસલા કર દિયા હે એલાન બાકી હે. ચૈતર ભાઈ કેજરીવાલ જી વ્યક્તિ નહિ સોચ હે.

Next Story