Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પાલેજ પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેકશન સહિત લોક દરબાર યોજાયો, લોકપ્રશ્નો-રજૂઆતો સાંભળવામાં આવી...

પાલેજ પોલીસ મથકનું વાર્ષિક ઇન્સપેક્શન અને લોક દરબાર કાર્યક્રમ પાલેજ પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો

X

ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં પાલેજ પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેકશન સહિત લોકદરબાર યોજાયો હતો. જેમાં લોકોના પ્રશ્નો, સમસ્યા અને સૂચનો લઈ યોગ્ય પ્રત્યુત્તર અને નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકનું વાર્ષિક ઇન્સપેક્શન અને લોક દરબાર કાર્યક્રમ પાલેજ પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જ્યાં પાલેજ ગ્રામ પંચાયત કચેરી ખાતે પોલીસ અધિક્ષક મયુર ચાવડાનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. પોલીસ વડાએ પાલેજ બીટના ગામોના લોકોના પ્રશ્નો, સમસ્યા અને સૂચનો લઈ તેમને યોગ્ય પ્રત્યુત્તર અને નિરાકરણની ખાતરી આપી હતી. પોલીસ દ્વારા પાલેજના નગરજનો અને આગેવાનો સાથે મળી ટ્રાફિકલક્ષી સમસ્યા, પાર્કિંગ અને લારી-ગલ્લા બાબતે રજૂઆતો સાંભળી, જે બાબતે યોગ્ય ઘટતું કરવા ખાતરી આપવામાં આવી હતી. આ સાથે જ લોક જાગૃતિ માટે પોલીસ વિભાગ દ્વારા શાળા, કોલેજો અને સોસાયટીઓમાં કાર્યક્રમો યોજી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમના અંતે પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર શિલ્પા દેસાઈએ લોકોને કોઈપણ સમસ્યા હોય કે, પોલીસને લગતાં કામ હોય તો પોલીસને જાણ કરવા વિશેષ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય મલંગ પઠાણ, ઉપ સરપંચ સહિત સદસ્યો અને નગરજનોએ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

Next Story