/connect-gujarat/media/post_banners/a38cb90d33bf62b8d06760ab630ce90b616aed59c782ec3751fc49a041d34d55.jpg)
ભરૂચ કિન્નર સમાજના નાયક કોકિલા કુંવર રમિલા કુંવર નાયક દ્વારા દિવાળી નિમિત્તે શહેરના લિંક રોડ ખાતે ચોરાફળી-મઠીયાનો સ્ટોલ શરૂ કરી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા અનોખો પ્રયાસ કરાયો છે.
ભારત સરકારે દેશને આત્મનિર્ભર બનાવવાની યોજના ભલે જાહેર કરી, પરંતુ આપણા સમાજમાં તિરસ્કૃત કિન્નરોએ આત્મનિર્ભર બનવા આજે પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જોકે, ભરૂચના એક કિન્નરે તમામ મુશ્કેલીઓ સામે બાથ ભીડીને જે રીતે આત્મનિર્ભર બન્યાં તેની કથા પ્રેરણાદાયક છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે કિન્નર સમાજ પણ આગળ આવ્યો છે, અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાર્થક બનાવવા માટેના પ્રયાસ કરી રહ્યો છે.
ભરૂચ કિન્નર સમાજના નાયક કોકિલા કુંવર રમિલા કુંવર નાયક દિવાળી ટાણે સ્ટોલ શરૂ કરી આત્માનિર્ભય બન્યા છે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે તેઓએ ભરૂચ શહેરના લિંક રોડ ખાતે ચોરાફળી, મઠીયા-પાપડનો સ્ટોલ ઊભો કર્યો છે. નાયક કોકિલા કુંવર રમિલા કુંવર નાયક દ્વારા લોકોને સંદેશો આપવામાં આવ્યો છે કે, જીવનમાં આગળ વધવું હોય તો મહેનત, પરિશ્રમ અને સંકલ્પ સાથે સતત કામ કરતાં રહેવું. આમ કરવાથી જીવનમાં જરૂર સફળતા મળે છે, અને આત્મનિર્ભર પણ બની શકાય છે. આ સાથે જ દિવાળી નિમિતે શરૂ કરાયેલા સ્ટોલ પર તેઓને ભરૂચ શહેરની જનતાનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.