/connect-gujarat/media/post_banners/521ccfdae5787b92eb57565199b8c53fb7fc011657a203772adc39c30a2fc943.jpg)
જંબુસર વિધાનસભા મત વિસ્તારમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે સોમવારે બપોરે બે કલાકે જંબુસરમાં જાહેર સભા યોજાવાની છે જાહેર સભામાં કોઈ અનિચ્છય બનાવ ન બને અને તકેદારીના ભાગરૂપે આજરોજ જંબુસર શહેરમાં બીએસએફના જવાનો દ્વારા ફૂટમાર્ચ કરવાં આવ્યું હતું..
ગુજરાત ભરમાં ચૂંટણીને લઇ વિવિધ પક્ષો દ્વારા સભા સરઘસ અને ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં એક જ મહિનામાં બીજી વખત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંબુસર ના કલક નજીક જનમેદનીને સંબોધન કરવાના છે જેની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાય રહ્યો છે.અને જ્યારે વડા પ્રધાન જંબુસર તાલુકામાં આવનાર હોય સુરક્ષા અને કોઈ અનિચ્છા બનાવો ન બને તે માટે બીએસએફના જવાનો શસ્ત્રથી સજ્જ થઈ આજરોજ જંબુસરના ટંકારી ભાગોળ,એસટી ડેપો સહિતના વિસ્તારોમાં ફૂટમાર્ચ કર્યું હતું..