/connect-gujarat/media/post_banners/a456db341bfdeb404616cf2fa41a05e915d8df4655676148b647775dd0a9f65c.jpg)
ભરૂચ શહેરના બી’ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ બદર પાર્ક નજીકથી 18 ગૌવંશોને બચાવી 2 શખ્સોની ધરપકડ કરવા સાથે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના બી’ ડિવિઝન પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલ બદર પાર્ક નજીકની સીમમાં કતલના ઇરાદે ગૌવંશોને રાખવામાં આવ્યા હોવાની પોલીસ અને કામધેનુ ગૌરક્ષા સમિતિને બાતમી મળી હતી, ત્યારે મળેલી બાતમીના આધારે બી’ ડિવિઝન પોલીસે જીવદયા પ્રેમીઓને સાથે રાખી બાતમીવાળા સ્થળ પર દરોડા પાડ્યા હતા, જ્યાં કતલના ઇરાદે રાખવામાં આવેલ ગાય અને વાછરડા મળી 18 ગૌવંશોને બચાવી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે સ્થળ પરથી ગૌ માંસના જથ્થા સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. સમગ્ર મામલે મામલે બી’ ડિવિઝન પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય એક શખ્સ ફરાર થઈ જતાં તેને વોન્ટેડ જાહેર કરી તેની પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.