Connect Gujarat
ભરૂચ

ભરૂચ: કરજણ ડેમમાંથી પાઇપ લાઈન નાખવાની કામગીરી દરમ્યાન રૂ.75 લાખના માલમત્તાની ચોરી,17 આરોપીની પોલીસે કરી ધરપકડ

ચોરી થયેલ પાઈપ ભરેલ પાંચ ટેમ્પો અને એક ફોર વ્હીલ ગાડી મળી કુલ ૭૫.૮૪ લાખનો મુદ્દામાલ સાથે 17 ઇસમોને પોલીસે ઝડપી પાડી ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે

X

ભરૂચના વાલિયા-નેત્રંગ તાલુકામાં આર.આર.ઇન્ફો પ્રોજેકટ કંપની ત્રણ સાઈટ પરથી ચોરી થયેલ પાઈપ ભરેલ પાંચ ટેમ્પો અને એક ફોર વ્હીલ ગાડી મળી કુલ ૭૫.૮૪ લાખનો મુદ્દામાલ સાથે 17 ઇસમોને પોલીસે ઝડપી પાડી ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાનાં કવચિયા ગામના બસ સ્ટેન્ડ અને નેત્રંગ તાલુકાનાં દોલતપૂર ગામની સીમમાં આર.આર.ઇન્ફો પ્રોજેકટ કંપની દ્વારા વાલિયા-નેત્રંગ તાલુકામાં કરજણ ડેમમાંથી રિજિયોનલ વોટર સપ્લાય પેકેજ-2 માટેની પાઇપ લાઈન નાખવાની કામગિરી કરી રહ્યા છે જે સાઇટો પર મૂકવામાં આવેલ પાઇપની ચોરીની ઘટનાઑ સામે આવી છે

ત્યારે નેત્રંગ તાલુકાનાં પાટિખેડા ગામની સાઈડ ઉપર ટેમ્પો નંબર-એચ.આર.47.ઇ.2222 અને અન્ય ટેમ્પો નંબર-એચ.આર.73.એ.7130 તેમજ ફોર વ્હીલ ગાડી નંબર-એચ.આર. 74.એ.9283 ત્યાં ઊભી હતી અને 13 ઇસમો ચોરી કરી રહ્યા હતા તે દરમિયાન નેત્રંગ પોલીસે દરોડા પાડી ટેમ્પોમાં ભરેલ 12 નંગ પાઇપ અને ત્રણ વાહનો મળી કુલ 23.16 લાખનોવધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને રાજસ્થાનના ચિરાગ ગામના દર્શનસિંહ બિસનસિંહ ગરીયા,ફતેમહમદ પ્રતાપખાન મિયાં,હરદયાલ મુન્નીલાલ યાદવ સહિત 13 ઇસમોને ઝડપી પાડ્યા હતા

જેઓની પૂછપરછ કરતાં તેઓએ વાલિયા-નેત્રંગની સાઇટો પરથી ત્રણ ટેમ્પોમાં 360 નંગ પાઇપ હરિયાણા ખાતે મોકલ્યા હોવાનું જણાવતા જ ભરુચ જિલ્લા પોલીસ દ્વારા વાલિયા,નેત્રંગ,અંકલેશ્વર જી.આઈ.ડી.સી.,સિટી પોલીસ મથકની અલગ અલગ ચાર ટીમો બનાવી રાજસ્થાન રવાના કરવામાં આવી હતી જેઓએ રાજસ્થાનના નસિરાબાદ પોલીસની મદદથી ચોરીની પાઇપો ભરેલ ત્રણ ટેમ્પો સાથે ત્રણ ઇસમોને પકડી પાડ્યા હતા આમ પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢી 17 ઇસમોને ઝડપી પાડી કુલ 75.84 લાખનો મુદ્દામાલ કબ્જે કરી અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ટોળકી રાત્રિના સમયે પાઇપોની ચોરી હરિયાણા,દિલ્હી અને રાજસ્થાન લઈ જતી હોવાનું બહાર આવ્યું છે.

Next Story