Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચેથી રૂ.2.73 લાખના MD ડ્રગ સાથે 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચેથી રૂ. 2.73 લાખના એમ.ડી.ડ્રગ્સ સાથે નશાના 3 સોદાગરોની કુલ રૂપિયા 5 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.

X

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચેથી રૂ. 2.73 લાખના એમ.ડી.ડ્રગ્સ સાથે નશાના 3 સોદાગરોની કુલ રૂપિયા 5 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.

ભરૂચ SOG ને અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચે પાર્ટી ડ્રગ્સના સપ્લાયર અને કેરિયર ભેગા થવાના હોવાની બાતમી મળી હતી. જેના આધારે વોચ ગોઠવતા ઇકો કારમા ડિલિવરી આપવા આવેલા બે આરોપી અને ડિલિવરી લેનાર કેરિયરને પકડી પાડ્યો હતો.ઇકો કાર નંબર જીજે 5 આર.ઇ. 6509માં દઢાલના મદનીનગરના રિઝવાન અબ્દુલ સૈયદ અને નવાગામ કરારવેલનો શરીફ ઉર્ફે સદામ ચૌહાણ એમ.ડી. ડ્રગ્સ મેફોડ્રિન પાન મસાલાની પડકીમાં લઈ આવ્યા હતા.

મ્યાઉ મ્યાઉ ડ્રગ્સનો 27 ગ્રામ 380 મિલિગ્રામ જથ્થો ઝઘડિયાના દઢેડા ગામનો સાદાબોદીન ઉર્ફે સાદાબ શેખ લેવા આવ્યો હતો. એસ.ઓ.જી. એ ત્રણે ડ્રગ્સના સોદાગરોને ઝડપી પાડી ₹2.73 લાખનું એમ.ડી.ડ્રગ્સ, ઇકો કાર, 4 મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ. 5 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ ડ્રગ્સ તેઓ સુરત કડોદરા ચોકડી ખાતેથી વેચાણ અર્થે લાવ્યા હતા.પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story