ભરૂચ:હિંદુઓના મકાન ઊંચી કિંમતે ખરીદવાની લાલચ આપી વોટ્સએપ મેસેજ કરનાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ

હાથીખાના તથા આસપાસના વિસ્તારમાં અશાંતધારાનો અમલ થતો નહિ હોવાથી થોડા દિવસો પહેલાં સ્થાનિકોએ રોષ વ્યકત કર્યો હતો

ભરૂચ:હિંદુઓના મકાન ઊંચી કિંમતે ખરીદવાની લાલચ આપી વોટ્સએપ મેસેજ કરનાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ
New Update

ભરૂચના હાથીખાના વિસ્તારમાં હિંદુઓના મકાન ઊંચી કિંમતે ખરીદવાની લાલચ આપી વોટ્સએપ મેસેજ કરનાર વ્યક્તિ સામે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભરૂચમાં કાંકરિયા ધર્મપરિવર્તન મામલો પ્રકાશ છે તો બીજી તરફ હાથીખાના તથા આસપાસના વિસ્તારમાં અશાંતધારાનો અમલ થતો નહિ હોવાથી થોડા દિવસો પહેલાં સ્થાનિકોએ રોષ વ્યકત કર્યો હતો. મકાનો તથા મંદિરો પર આ મિલકતો વેચવાની છે તેવા બેનર્સ લગાવવામાં આવ્યાં હતાં ત્યાર બાદ એક વિવાદાસ્પદ ચેટ સામે આવી હતી .

જેમાં લઘુમતી સમાજના લોકો હીંદુઓને ઉંચી કિમંતો આપી મકાનો વેચવા દબાણ કરી રહયાં હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી હતી. જો કે પોલીસ હવે હરકતમાં આવી છે મામલામાં વોટ્સએપ મેસેજ કરનાર સામે ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ અનુસાર વોટ્સએપ મેસેજ કરનાર વ્યક્તિને હાથીખાના બજાર વિસ્તારમાં અશાંત ધારો લાગુ હોવાની જાણ હોવા છતા તેણે સુલેહ શાંતિ ભંગ થાય એવા ઇરાદે મકાનની ઊંચી કિંમત આપવાનો મેસેજ કર્યો હતો જેની સામે કલમ 153-ક મુકજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વોટ્સએપમાં જે નંબર બીજા દેશનો બતાવે છે એ નંબર ખરેખર અન્ય દેશનો છે કે પછી કોઈ એપ્લિકેશનની મદદથી મેસેજ કરવામાં આવ્યો છે એ બાબતની પોલીસે તપાસ શરુ કરી છે

#Bharuch #ConnectGujarat #WhatsApp messege #bharuchpolice #Sell House #Hindu House #વોટ્સએપ મેસેજ
Here are a few more articles:
Read the Next Article