Connect Gujarat
ભરૂચ

ભરૂચ: આમોદના આછોદ ગામની સીમમાંથી ગૌવંશનું કતલ કરતા ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડયા

પોલીસે ધટના સ્થળ પરથી ૧૦૦ કિલો ગૌમાંસ અને પાંચ છરા તેમજ ચપ્પુ સહીત ટ્રેકટરની બોગી મળી કુલ ૪.૮૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

ભરૂચ: આમોદના આછોદ ગામની સીમમાંથી ગૌવંશનું કતલ કરતા ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડયા
X

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામની સીમમાંથી પોલીસે ગૌવંશનું કતલ કરતા ત્રણ ઈસમોને દબોચી લઈ ગૌમાસ સહિત ૪.૮૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરી તેઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી.આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ પોલીસને બાતમી મળી હતી કે બુવાથી આછોદ ગામ તરફ ડાબી બાજુ મરઘા ફાર્મ પાસે ગૌવંશનું કતલ કરવામાં આવી રહ્યું છે..


જે બાતમીના આધારે આમોદ પોલીસે બાતમી વાળી જગ્યા ઉપર રેડ કરી તપાસ કરતા પોલ્ટ્રીફાર્મ પાસે આશરે ૪ ફૂટ ઊંચા કપાસના ખેતર પાસે ઉભેલ ટ્રેકટર નંબર જીજે ૧૬ ડીજી ૪૭૪૦ની બોગીમાં એક જીવીત વાછરડું મળી આવ્યું હતું. જયારે નજીકમાં પ્લાસ્ટીકના પાથરણામાં ગૌવંશના નાના વાછરડાના તાજા કતલ કરેલ અંગો મળી આવ્યા હતા.પોલીસે ધટના સ્થળ પરથી ૧૦૦ કિલો ગૌમાંસ અને પાંચ છરા તેમજ ચપ્પુ સહીત ટ્રેકટરની બોગી મળી કુલ ૪.૮૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગૌવંશનું કતલ કરતા આછોદ ગામની ઘોરી ખડકીમાં રહેતો (૧) ઐયુબ ઈબ્રાહીમ મહમદ ગોરી (૨) મોહમદ અલી આદમ કાંડા (૩) અલી આદમ વલી કાંડાને ઝડપી પાડ્યો હતો. જયારે ટ્રેકટરની બોગીના માલિક યુસુફ ઈબ્રાહીમ ગોરીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો..

Next Story