ભરૂચ : પાવર લિફ્ટિંગ-બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપ અંતર્ગત સ્પર્ધા યોજાય, યુવા સ્પર્ધકો રહ્યા ઉપસ્થિત

હરક્યુલીસ જિમમાં 80થી વધુ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા, પાવર લિફ્ટિંગ-બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપનું આયોજન.

New Update
ભરૂચ : પાવર લિફ્ટિંગ-બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપ અંતર્ગત સ્પર્ધા યોજાય, યુવા સ્પર્ધકો રહ્યા ઉપસ્થિત

ભરૂચ શહેરના બાયપાસ રોડ પર આવેલ હરક્યુલીસ જિમ ખાતે ભરૂચ સ્પોર્ટ્સ એસોસીએશન ઓફ ભરૂચ દ્વારા પાવર લિફ્ટિંગ અને બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપ અંતર્ગત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં યોજાયેલી ટોક્યો ઓલમ્પિક 2020માં ગુજરાતમાંથી 6 જેટલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી, ત્યારે ભવિષ્યમાં ગુજરાતમાં રમત-ગમત ક્ષેત્રે યુવાવર્ગ આગળ આવી પોતાની પ્રતિભા બતાવે તે હેતુસર એક સુંદર પ્રયાસના ભાગરૂપે સ્પોર્ટ્સ એસોસીએશન ઓફ ભરૂચ દ્વારા પાવર લિફ્ટિંગ અને બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપ સ્પર્ધાનું બાયપાસ રોડ પર આવેલ હરક્યુલીસ જિમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ સ્પર્ધામાં 80થી વધુ યુવાન અને યુવતીઓએ ભાગ લીધો હતો.

સ્પર્ધા દરમ્યાન સ્પોર્ટ્સ એસોસીએશન ભરૂચ ડિસ્ટ્રિક્ટના અંકુર પટેલ, ધવલ ખત્રી, ઉમિર ખાન, હરક્યુલીસ જિમના સંચાલક અશરફ રાણા સહિત મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories