/connect-gujarat/media/post_banners/5ec0d0fc3908150c96cb9002be73a8b9eb39e4a88a238357569a2d6adc1d7a6b.jpg)
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે બ્રહ્માકુમારીઝના મુખ્ય પ્રકાશીકા દીદી પ્રકાશ મણીજીનો 14મા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સેન્ટર ખાતે બ્રહ્માકુમારીઝના મુખ્ય પ્રકાશીકા પ્રકાશમણી દીદીના 14મા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દીદી પ્રકાશમણીએ વર્ષ 1969થી 2007 સુધી બ્રહ્માકુમારી સેન્ટરના મુખ્ય પ્રકાશીકા તરીકે જવાબદારી સંભાળતા હતા.
ઉપરાંત તેઓએ ૨૫ હજારથી પણ વધુ બ્રહ્માકુમારીઝ બહેનોને માર્ગદર્શન પૂરું પાડ્યું છે, તો સાથે જ 140 દેશોમાં બ્રહ્માકુમારીઝનો પ્રચાર-પ્રસાર કર્યો છે. દીદી પ્રકાશમણીએ તા. 25 ઓગસ્ટ 2007ના રોજ દેહત્યાગ કર્યો હતો. તેઓના સ્મૃતિ દિવસની 140 દેશોમાં ઉજવણી કરવામાં આવે છે, ત્યારે બ્રહ્માકુમારીઝ પરિવારના ભાઈ-બહેનો દ્વારા સ્મૃતિ દિવસની વિશ્વ બંધુ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે બ્રહ્માકુમારીઝ ભરૂચ સબ ઝોનના મુખ્ય સંચાલિકા પ્રભા દીદી, અનિલા દીદી, હેતલ દીદી, ટીકુ દિદિ, નીમા દીદી, જહુ દીદી સહિતના સમર્પિત બહેનો ઉપસ્થિત રહ્યા હતા.