Connect Gujarat
ભરૂચ

ભરૂચ પ્રીમિયર લીગ સીઝન-3ના ખેલાડીઓનું ઓક્સન યોજાયું, BDCAના પ્રમુખ દુષ્યંત પટેલ રહ્યા ઉપસ્થિત

ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં ભરૂચ પ્રીમિયર લીગ સીઝન-3ના 1,370 ખેલાડીઓનું ઓક્સન યોજાયું હતું.

X

ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં ભરૂચ પ્રીમિયર લીગ સીઝન-3ના 1,370 ખેલાડીઓનું ઓક્સન યોજાયું હતું.

ભરૂચ જિલ્લાના યુવા પ્રતિભા અને ટેલેન્ટેડ ક્રિકેટરોને યોગ્ય પ્લેટફોર્મ આપી સ્ટેટ અને નેશનલ લેવલ સુધી પહોંચાડવાના ઉદેશ્ય સાથે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા 3 વર્ષ પૂર્વે સ્પર્ધાત્મક લીગ એટલે ભરૂચ પ્રીમિયર લીગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેને પ્રથમ સીઝન ની સફળતાને લઇ બીજી સીઝનમાંથી જિલ્લાભરમાંથી 1,050 ક્રિકેટરો લીગમાં રમવા માટે નોંધણી કરાવી હતી. જે બાદ રેકોર્ડ બ્રેક ચાલુ વર્ષે 1,370 ખેલાડીઓ BPL-3માં રમવાની ઈચ્છા વ્યક્ત કરી રજીસ્ટ્રેશન કરાવ્યું છે. BPL સીઝન-3નો પ્રારંભ કરવા માટે ભરૂચની રીજેન્ટા હોટલ ખાતે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં ઓક્સન યોજવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે સીઝનમાં 8 ટીમ વચ્ચે મેચ યોજવામાં આવશે, ત્યારે આ 8 ટીમો દ્વારા સીઝન-3નું ટાઇટલ જીતવા માટે પોતાની ટીમમાં ટેલેન્ટથી ભરપૂર ખેલાડીઓને ખરીદ કરવા માટે બોલી લગાડવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ, ટુર્નામેન્ટ ચેરપર્સન ઇસ્માઇલ મતાદાર તેમજ એસોસિએશનના અન્ય સભ્યોએ હાજરી આપી આઇકોન પ્લેયર સાથે ટીમના ખેલાડીઓની પસંદગી કરી હતી.

Next Story