Connect Gujarat
ભરૂચ

ભરૂચ : દહેજ બંદરે દરિયામાં કરંટ વધતા કાંઠા વિસ્તારથી લોકોના સ્થળાંતર માટે તંત્રની તૈયારી…

ભરૂચ જિલ્લાના દહેજ બંદર ખાતે દરિયામાં કરંટ વધતા 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શરૂઆત થઇ ચુકી છે,

X

ભરૂચ જિલ્લાના દહેજ બંદર ખાતે દરિયામાં કરંટ વધતા 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શરૂઆત થઇ ચુકી છે, ત્યારે દરિયા કાંઠા વિસ્તારના લોકોના સ્થળાંતર માટે સ્થાનિક તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપોરજોય વાવાઝોડુ જેમ ગુજરાતના કાંઠા વિસ્તાર નજીક આવી રહ્યું છે, તેમ ભરૂચ જિલ્લામાં પણ દરિયો તોફાની બની રહ્યો છે. દહેજના દરિયામાં કરંટ વધતા 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શરૂઆત થઇ ચુકી છે. તો ભરૂચ શહેરમાં પણ વાવાઝોડાના પગલે 35થી 40 કિમીની ગતિથી પવન ફૂંકાઈ રહ્યો છે, ત્યારે દહેજ બંદર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત કરી લોકોને દરિયા કાંઠાથી દૂર રહેવા અને માછીમારોને દરિયો નહી ખેડવા સૂચના આપવામાં આવી હોવાનું દહેજના તલાટી કમ મંત્રીએ જણાવ્યુ હતું. આ સાથે જ દહેજ ખાતે દરિયા કાંઠા વિસ્તારના લોકોના સ્થળાંતર માટેની તૈયારી કરી શાળા અને પંચાયત ઘરમાં વ્યવસ્થા કરવામાં આવી છે. દહેજ સહિત ભરૂચ જિલ્લાના દરિયા કાંઠાના 3 તાલુકાઓ વાગરા, જંબુસર અને હાંસોટનું વહીવટી તંત્ર વાવાઝોડાના સંભવિત ખતરા સામે છેલ્લા કેટલાય દિવસથી સજ્જ થઈ ખડે પગે તૈનાત જોવા મળી રહ્યું છે, ત્યારે પ્રજાજનો પણ વહીવટી તંત્રને સહયોગ આપી સહભાગી બની રહે તે જરૂરી બન્યું છે.

Next Story