/connect-gujarat/media/post_banners/14b6a981c76b4c5e6aa6ae125580503effbe324de96ce068957983b6fdedc9f1.jpg)
ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત રોકડીયા હનુમાન મંદિર ખાતે આવતીકાલે હનુમાન જન્મોત્સવને લઈને મહાઆરતી, દર્શન, પૂજન અર્ચન, અન્નકૂટ, અને મહાપ્રસાદી સહીતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે.
પ્રાચીન સમયથી ભરૂચ શહેરના કસક વિસ્તારમાં પાવન સલીલા માઁ નર્મદા નદી કિનારે આવેલ રોકડીયા હનુમાન મંદિર ખાતે આવતીકાલે હનુમાન જન્મોત્સવના પાવન પર્વ નિમિત્તે મહાઆરતી, દર્શન, પૂજન અર્ચન અને અન્નકૂટ, મહાપ્રસાદી સહીતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રોકડીયા હનુમાન મંદિર ખાતે દર શનિવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. દર વર્ષે રોકડીયા હનુમાનજીના મંદિરે હનુમાન જન્મોત્સવના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આવતીકાલે અહી હનુમાન ભક્તો દર્શનાર્થે આવનાર હોવાથી મંદિરના મહંત દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે, ત્યારે ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા પરમ પૂજ્ય શ્રીશ્રીશ્રી 1008 મહામંડલેશ્વર વર્તમાન પીઠાધીશ્વર સનકાદીકચાર્ય ઓમકારદાસજી મહારાજની પ્રેરણાથી મંદિરના મહંત રામદાસ મહારાજે હનુમાન ભક્તોને નિમંત્રણ પાઠવ્યું છે.