સમગ્ર ગુજરાતની જેલના કર્મચારીઓ જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજના લાભ માટે આંદોલનના કરી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા જેલના કર્મચારીઓ પણ આ આંદોલનમાં જોડાયા છે.
જેલ કર્મીઓએ આપેલા આવેદન પત્રમાં જણાવ્યા મુજબ, જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજના લાભ માટે ગુજરાત રાજ્યના જેલ ખાતાના કર્મચારી/અધિકારીઓને સને ૧૯૬૭થી પોલીસ ખાતાના કર્મચારી/અધિકારીઓના પગાર સ્કેલ મુજબ કેડર ટુ કેડર એટલે કે, સ્કેલ ટુ સ્કેલ સરખો પગાર કરવામાં આવતો હતો. પરંતુ ૧૯૮૬થી ચોથા પગારપંચ બાદ પોલીસ ખાતાના કર્મચારીઓ તરફથી સરકારમાં રજુઆતો થતા પોલીસ ખાતાના પોલીસ કોન્સ્ટેબલથી પોલીસ ઇન્સ્પેકટર સુધીના કેડરના પગાર ધોરણોમાં ગુજરાત સરકારના ગુહ વિભાગના ઠરાવથી પોલીસ ખાતાના પોલીસ ઇન્સ્પેકટર તથા તેની નીચેની કક્ષાના કર્મચારી/અધિકારીઓને દિલ્હી પોલીસના પગાર ધોરણ મુજબનો સુધારો કરી આપવામાં આવ્યો હતો.
પરંતુ જેલ ખાતાના કર્મચારીઓના પગારમાં તે મુજબનો સુધારો કર્યો ન હતો, આમ આ વિસંગતા ચોથા પાંચમાં તથા છઠ્ઠા પગારપંચમાં પણ ચાલુ રહેલ હતો. સને ૧૯૮૭થી છઠ્ઠા પગારપંચ સુધીની પોલીસ ખાતા તથા જેલ ખાતાના કર્મચારી/અધિકારીના પગારમાં વિસંગતતા રહેલ હતી. જે સરકાર તથા જેલોની વડી કચેરીના અથાગ પ્રયત્નોથી જેલ વિભાગના પગારની વિસંગતતાનો પેચીદા પ્રશ્નનું નિરાકરણ સંદર્ભ-૧ના પરિપત્ર મુજબ સને ૨૦૧૪માં કરેલ હતું. હાલ ગુજરાત સરકાર દ્વારા સંદર્ભ-૨ મુજબ "ફિક્સ રકમ" જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજ જાહેર કરેલ છે, તથા સંદર્ભ-૩ મુજબ ફિક્સ-પેના કર્મચારીઓના રજા પગારમાં રૂ.૧૫૦/-ની જગ્યા પર રૂ.૬૬૫/-કરવામાં આવેલ છે, તથા ૪ વોશીંગ એલાઉન્સમાં વધારો કરવામાં આવેલ છે જે પરિપત્રોમાં જેલ વિભાગના કર્મચારીઓનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી. જેથી સને ૧૯૮૭માં થયેલ પોલીસ વિભાગ અને જેલ વિભાગના પગારની વિસંગતતા તરફ લઇ જતો હોય, એ સહિતના કેટલાક મુદ્દે જેલ કર્મચારીઓએ કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. આ આવેદન પત્ર બાદ પણ જો માંગ નહીં સ્વીકારાય તો જેલ કર્મીઓ એકસાથે રજા ઉપર ઉતરી બેનરો સાથે આંદોલન કરશે તેમ જાણવા મળ્યું છે.