/connect-gujarat/media/post_banners/ea02b7d90340546bf74f0027f1fece924c4322ad444fd1b9c1dd28c04a2a7278.jpg)
અંકલેશ્વરના પ્રો લાઈફ ફાઉન્ડેશન અને કનેક્ટ ગુજરાત ન્યુઝ ચેનલ દ્વારા સેવા કાર્યના ભાગરૂપે એઇડ્સથી પીડાતા બાળકોને પતંગ અને દોરાનું વિતરણ કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરના પ્રો લાઈફ ફાઉન્ડેશન અને કનેક્ટ ગુજરાત દ્વારા સેવાકીય અનેકવિધ કર્યો કરવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચની BDNP+ સંસ્થાના બાળકોને ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગ તેમજ દોરાનું વિતરણ કરવામાં આવ્યું હતું.એઇડ્સ જેવી જીવલેણ બીમારીથી પીડાતા બાળકો પણ તહેવારની ઉજવણી કરી શકે એ હેતુથી આ સેવાકાર્ય હાથ ધરાયુ હતું. અગાઉ ભરૂચ નારીકેન્દ્ર, અને ચિલ્ડ્રન હોમ સહિતની 5 સંસ્થાઓમાં ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું.તો સાથે જ પતંગના ઘટક દોરાથી રક્ષણ આપતા સેફટી ગાર્ડનું પણ વિતરણ કરવામાં આવનાર છે.