ભરૂચ : મનુબરમાં તલાટી પર હુમલાની ઘટનાના વિરોધમાં આવેદનપત્ર અપાયું

ભરૂચના મનુબર ગામના મહીલા તલાટી પર થયેલા હુમલાના વિરોધમાં તલાટી મંડળે તંત્રવાહકોને આવેદનપત્ર આપી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

ભરૂચ : મનુબરમાં તલાટી પર હુમલાની ઘટનાના વિરોધમાં આવેદનપત્ર અપાયું
New Update

ભરૂચના મનુબર ગામના મહીલા તલાટી પર થયેલા હુમલાના વિરોધમાં તલાટી મંડળે તંત્રવાહકોને આવેદનપત્ર આપી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

ભરૂચ તાલુકાના મનુબર ગામ પંચાયતમાં ફરજ બજાવતા મહિલા તલાટી ઉપર હુમલાની ઘટના સામે આવી હતી. ગ્રામ પંચાયતની કચેરી ખાતે કામ માટે આવેલાં કેટલાક અરજદારોએ તલાટી ઉપર કથિત હુમલો કર્યો હોવાનો આક્ષેપ ભરૂચ જિલ્લા તલાટી મંડળ તરફથી લગાવવામાં આવ્યો છે. મહિલા તલાટી પર થયેલા હુમલાની ઘટનાને ભરૂચ જિલ્લા તલાટી મંડળે સખત શબ્દોમાં વખોડી નાંખી છે. આ સંદર્ભમાં તંત્ર વાહકોને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં તલાટીઓને રક્ષણ આપવામાં આવે તથા મનુબરની ઘટનામાં આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરાય છે

#Bharuch #ConnectGujarat #BeyondJustNews #Protest #Manubar #AvedanPatra #Collector Bharuch #Attack On Talati
Here are a few more articles:
Read the Next Article