/connect-gujarat/media/post_banners/7d5185113271a683924dd5905af400dcb62a006fa8b7fb4dc936b250cd7b5e07.jpg)
ભરૂચના જય ભારત ઓટો રીક્ષા એસોસીએશન દ્વારા શહેરમાં રીક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી
ભરૂચ શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેની સામે મુખ્ય માર્ગો સાંકળા હોવા સાથે ગેરકાયદેસર પાર્કિગના કારણે ટ્રાફિકજામ જેવા દ્રશ્યો હવે શહેરમાં અવારનવાર સામે આવી છે . ભરૂચ રેલ્વે સ્ટેશન,પાંચબતી ,મોહંમદપુરા,શક્તિનાથ સહિતના મુખ્ય માર્ગો પર રીક્ષાચાલકો રોજીરોટી મેળવા રિક્ષા ઊભી રાખી મુસાફરોને બેસાડતા ઘણી વખત રીક્ષાચાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા રીક્ષા એસોશીએશન દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને રીક્ષા સ્ટેન્ડની ફાળવણી કરવા રજૂઆત કરવામાં આવી હતી અને આક્ષેપ સાથે રોષ વ્યકત કરતાં જણાવ્યુ હતું કે ઓટો રીક્ષા સ્ટેન્ડની વારંવાર માંગણી કરવા છતાં પણ જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા ઓટો રીક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવ્યા નથી ત્યારે વહેલીતકે રિક્ષા સ્ટેન્ડની ફાળવણીની માંગ કરવામાં આવી છે.