ભરૂચ:રાજપારડી ખાતે જાહેર શૌચાલયનું કરવામાં આવ્યું નિર્માણ, SDMના હસ્તે કરાયુ લોકાર્પણ
ઝઘડિયાનુ રાજપારડી નગર વેપારીમથક મનાય છે જેથી આજુબાજુના ગામડાના ઘણા લોકો ખરીદી માટે આવતા હોય છે

ભરૂચના ઝઘડીયા તાલુકાના બામલ્લા ખાતે આવેલી સેન્ચ્યુરી એન્કાં લી.યુનિટ રાજશ્રી પોલિફિલના સી.એસ.આર યોજના અંતર્ગત ઝઘડિયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા ખાતે આજરોજ જાહેર શૌચાલય આમ નાગરિકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું
ઝઘડિયાનુ રાજપારડી નગર વેપારીમથક મનાય છે જેથી આજુબાજુના ગામડાના ઘણા લોકો ખરીદી માટે આવતા હોય છે ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ધોરીમાર્ગ રાજપારડીમાંથી પસાર થાય છે જેથી ઝઘડિયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા ખાતે શૌચાલયની ખુબજ જરૂરિયાત હતી, શાળાએ જતી વિદ્યાર્થીનીઓ, વેપારીઓ તથા પ્રવાસીઓને રાજપારડીમાં જાહેર શૉચાલય ના હોવાથી ખુબજ મુશ્કેલી પડતી હતી માટે રાજપારડી ગ્રુપ ગ્રામ પંચાયત અને રાજશ્રી પોલિફિલ (એ ડીવીજન ઓફ સેન્ચ્યુરી એન્કાં લી.)સૌજન્યથી આજરોજ જાહેર શૌચાલયનું ઉદઘાટન ઝઘડિયાના પ્રાંત અધિકારી ડી.એસ.બારીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ , રાજશ્રી પોલીફિલ કંપનીના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ સંજય અગ્રવાલ, સિનિયર મેનેજર જયદીપ કાપડિયા,રાજપારડી પંચાયતના સરપંચ કાલિદાસ વસાવા, ભુપેન્દ્રસિંહ રાઠોડ,રાજપારડી ગામના મુસ્લિમ આગેવાન સૈયદ ઇમ્તિયાઝ અલી બાપુ , નિલેશ સોલંકી, તેમજ ગામના આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા